આ ગામમાં લોકો ચાલતા ચાલતા અચાનક ઊંઘી જાય છે, જાણો કેમ આવુ થાય છે અને ક્યાં આવેલુ છે આ વિચિત્ર ગામ?
દુનિયા રહસ્યોથી ભરેલી છે. ભારત સહિત ઘણા દેશોમાં લોકો એવી વિચિત્ર જગ્યાઓ આવેલી છે જેના વિશેના રાઝ આજ સુધી કોઈ ખોલી શક્યુ નથી. આજે આપણે આવી જ એક વિચિત્ર જગ્યાની વાત કરવાના છીએ.
સામાન્ય રીતે ગામડાની ઓળખ તેની પરંપરાઓને સંસ્કૃતિને કારણે હોય છે. જો કે આ દુનિયામાં એક ગામ એવુ છે જે તેની વિચિત્રતાઓને કારણે જાણીતુ છે. કહેવાય છે કે આ ગામમાં લોકો હાલતા ચાલતા અચાનક ઊંઘી જાય છે.

સાંભળવામાં વિચિત્ર લાગતુ આ ગામ ઉત્તરી કઝાકિસ્તાનમાં આવેલુ છે અને તેનું નામ કલાચી છે. આ ગામમાં લોકો અચાનક ઊંઘી જાય છે અને દિવસો સુધી જાગતા નથી. સૌથી ચૌકાવનારી બાબત એ છે કે આ અજીબ બીમારી વિશે આજે વૈજ્ઞાનિકો પાસે પણ કોઈ ઈલાજ નથી.
આ ગામના લોકો મહિનાઓ સુધી ઉંઘતા રહેતા હોવાથી તેને સ્લીપી હોલો પણ કહેવામાં આવે છે. અહીં કોઈપણ વ્યક્તિ બહારથી આવે તો તેને લોકો ઉંઘતા દેથાય છે. આ લોકોની આ અજીબોગરીબ બીમાર પર ઘણા રિસર્ચ કરવામાં આવ્યા છે. રિસર્ચમાં તેની પાછળનું કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી.
એક અહેવાલ અનુસાર, આ કલાચી ગામના લોકો લાંબા સમય સુધી ઊંઘી જાય છે તેના પાછળનું કારણ આ વિસ્તારમાં નીકળતો યુરેનિયમ નામનો ઝેરી ગેસ છે. આનાથી આ વિસ્તારના લોકોમાં ઊંઘની આ વિચિત્ર સમસ્યા સર્જાઈ છે.
ઝેરી ગેસના કારણે આ વિસ્તારનું પાણી પણ પ્રદૂષિત બન્યું છે. આ વિસ્તારના પાણીમાં કાર્બન મોનોક્સાઇડ જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આનાથી આ વિસ્તારના લોકો ઘણા મહિનાઓ સુધી સુતા રહે છે. જો કે, આ વિચિત્ર બીમારી પાછળનું ચોક્કસ સૌથી કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
આ ગામમાં અચાનક ઊંઘી જવાનો પહેલો કિસ્સો 2010માં જોવા મળ્યો હતો. આ સમયે અહીં એક શાળામાં કેટલાક બાળકો અચાનક જમીન પર નીચે પડીને ઊંઘી ગયા હતા. ત્યારબાદ ધીરે ધીરે આ બિમારી આખા ગામમાં ફેલાઈ.
આ પછી વૈજ્ઞાનિકોએ રિસર્ચ શરૂ કર્યુ. તમામ પ્રયાસો છતાં વૈજ્ઞાનિકો આ રહસ્યને સંપૂર્ણ રીતે ઉકેલી શક્યા નથી. 2015ના એક અહેવાલ મુજબ આ બીમારી અચાનક ખતમ થઈ ગઈ છે. આ બીમારીને કારણે કઝાકિસ્તાનનું આ કલાચી ગામ ચોક્કસપણે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યુ છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી












Click it and Unblock the Notifications
