Bizarre : વિચિત્ર કારણોસર આ લોકો થયા ફેમસ

Written By:
Subscribe to Oneindia News

આ દુનિયામાં એવી કઈ વ્યક્તિ હશે જેને પ્રખ્યાત નહીં થવુ હોય? લોકો પ્રખ્યાત થવા માટે કેટલાયે પ્રયોગો અને કામો કરતા હોય છે. તેમ છતાં તે લોકો પ્રખ્યાત થતા નથી. તો બીજી તરફ એવા પણ લોકો છે, જે કશું પણ નથી કરતા અને પ્રખ્યાત થઈ જાય છે. અહીં અમે તમને એવા કેટલાક લોકો વિશે જણાવવા જઇ રહ્યાં છે, જે કોઇ પણ પ્રકારનું નોંધપાત્ર કામ નથી કર્યા વિના પ્રખ્યાત થઈ ગયા છે. તેમની આ ખ્યાતિ પાછળ જવાબદાર છે સોશ્યલ મીડિયા. તો ચાલો તમનેજણાવીએ કે આ લોકો કોણ છે અને કયા કારણથી આટલા પ્રખ્યાત થયા છે.

11 મહિનામાં ઇન્ટરનેટ પર છવાઇ ગયો

11 મહિનામાં ઇન્ટરનેટ પર છવાઇ ગયો

તમે આ બાળકની દરિયા કિનારા પરની તસવીર તો જાઈ જ હશે! આ બાળકના મોઢા પર કશું મેળવવાની ઇચ્છા હોય તેવા ભાવ દેખાઈ રહ્યા છે. આ બાળક દુનિયાભરમાં 'સક્સેસ કિડ'ના નામે જાણીતો થઈ ગયો છે. આ બાળકના ફોટો સાથે ઇન્ટરનેટ પર એટલી મીમ (memes) છે, કે તેની ગણતરી કરવી મુશ્કેલ બની ગઈ છે. આ બાળકનું નામ સેમી ગ્રીનર છે અને આ ફોટો તેની માતાએ 2007માં પાડ્યો હતો. એ સમયે સેમી માત્ર 11 મહિનાનો હતો. સૌ પ્રથમ આ તસવીર ફ્લિકર પર મુકવામાં આવી હતી. બે વર્ષ સુધી આ તસવીર ત્યાં એમ જ પડી રહી અને ત્યાર બાદ અચાનક તે વાયરલ થવા લાગી અને આજે તેના અસંખ્ય મીમ બની ગયા છે.

ઢિંચાક પૂજાએ સલ્ફિ લેતા શીખવ્યું

ઢિંચાક પૂજાએ સલ્ફિ લેતા શીખવ્યું

'સેલ્ફી મેને લે લી આજ' આ ગીત કોણે નહીં સાંભળ્યું હોય? ઢિંચાક પૂજા આ ગીતના કારણે આજે ઇન્ટરનેટ પર પ્રખ્યાત થઈ ગઈ છે. એવું નથી કે, પૂજાએ આ પહેલા કોઈ ગીત નથી ગાયું. તેણે સૌ પહેલા જે ગીત ગાયુ હતું, તે બે વર્ષ યૂટ્યૂબ પર એમ જ પડ્યુ રહ્યું. ત્યાર બાદ આ વર્ષે તેણે 'સેલ્ફી મેને લે લી આજ' ગાયુ. આ ગીત સેલ્ફીના શોખીન લોકોને ખૂબ જ પસંદ આવ્યુ. આ ગીતનું પ્રખ્યાત થવાનુ કારણ જો જાણવામાં આવે તો તેના સુર વગરના ભારી અવાજને કારણે આ ગીત આટલુ પ્રખ્યાત થયું છે.

લંડન ઓલિમ્પિંકમાં જોવા મળી આ છોકરી

લંડન ઓલિમ્પિંકમાં જોવા મળી આ છોકરી

લંડનમાં ચાલતા ઓલિમ્પિંકમાં ભારતીય ટીમ સ્ટેડિયમમાં ફ્લેગ માર્ચ કરી રહી હતી ત્યારે ત્યાં એક છોકરી જોવા મળી હતી. તેણે ભારતીય ટીમના કપડા નહોતા પહેર્યા. એ છોકરીએ લાલ રંગનુ ટોપ અને બ્લુ જીન્સ પહેરેલુ હતું. સ્ટેડિયમમાં દેખાયા બાદ આ છોકરી રાતોરાત ફેમસ થઇ ગઇ હતી, પરંતુ કોઇને જાણ નહોતી કે એ કોણ હતી? આ રીતે ટીમના સ્ટેડિયમમાં જવા બાબતે તેની નિંદા પણ થવા લાગી હતી. ઘણી શોધખોળ બાદ જાણવાં મળ્યું કે, એ છોકરીનું નામ મધુરા કે. નાગેન્દ્ર છે તથા તે ઓપનિંગ સેરેમનીના કાર્યક્રમાં પરફોર્મ કરવા વળી ટીમનો ભાગ હતી.

એક ઘટનાથી શરૂ થઈ ગયુ આંદોલન

એક ઘટનાથી શરૂ થઈ ગયુ આંદોલન

દરરોજ બસમાં મુસાફરી કરનાર રોઝા પાર્ક્સ માટે એક દિવસ ઐતિહાસિક બની ગયો. 1 ડિસેમ્બર 1955ના રોજ બીજા દિવસોની જેમ જ તે બસમાં મુસાફરી કરી રહી હતી. અચાનક ડ્રાઈવરે તેને સીટ પરથી ઉઠવાનું કહ્યુ, કારણ કે બસમાં કેટલીક સીટો ગોરા લોકો માટે અનામત રાખવામાં આવતી હતી. એ અનામત સીટો ભરાઇ જતા ડ્રાઇવરે તેને સીટ પરથી ઊભી થવા કહ્યુ, પરંતુ રોઝાએ સાફ ના કહી દીધી. બસ, આ જ ઘટના થોડા દિવસોમાં જનઆંદોલનમાં ફેરવાઇ ગઇ. અમેરિકામાં રંગભેદનો વિવાદ બહુ મોટા પાયે થયો. આથી તેમને અમેરિકામાં સ્વતંત્રતા આંદોલનની જનની પણ કહેવામાં આવે છે.

દરેક સમાચાર પત્રમાં જોવા મળે છે આ છોકરી

દરેક સમાચાર પત્રમાં જોવા મળે છે આ છોકરી

એક સમાચાર પત્રમાં છપાયેલી છોકરીની તસવીર રાતોરાત વાયરલ થઇ હતી. દરેક ફિલ્મ અને જાહેરાતોમાં આ છોકરીની તસવીર દેખાવા લાગી હતી. તે સમયે મોટાભાગની સિરિયલ અને ફિલ્મોમાં તેની તસવીર જોવા મળતી હતી. સમાચાર ભલે ગમે તે હોય, પરંતુ ફોટોમાં આ છોકરીના તસવીરનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. આની પાછળનું કારણ અજ્ઞાત છે.

English summary
People Who Got Fame From Bizarre Reasons Like Success Kid And Dhinchak Pooja. Read more here..

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.