પહેલા વરસાદમાં ભીંજાવું હેલ્થ માટે કેટલુ ખતરનાક? જાણો શું કહે છે નિષ્ણાતો?

ઉનાળાની ગરમીથી કંટાળીને મોટાભાગના લોકો પહેલા વરસાદમાં દિલ ખોલીને નહાતા જોવા મળે છે. વરસાદમાં ભીંજાવુ દરેક લોકોને ગમે છે. જો કે હવે સવાલ એ છે કે પહેલા વરસાદમાં નહાવુ જોઈએ કે નહીં?

તમને વરસાદમાં ભીંજાવુ ગમતુ હશે પરંતુ તમારે ભીંજાતા પહેલા વરસાદ સાથે કેટલીક બાબતો જાણી લેવી જોઈએ. એક સવાલ એ પણ છે કે પહેલા વરસાદથી તમારી હેલ્થ પર કેવી અસર થાય છે.

dd

હેલ્થ એક્સપર્ટ અનુસાર, જો તમે પહેલા વરસાદમાં ભીંજાવ છો તો તમને શરદી થઈ શકે છે અને તમારા વાળને પણ નુકસાન થઈ શકે છે. જ્યારે પહેલીવાર વરસાદ પડે છે ત્યારે તેના ટીપાં સાથે વાતાવરણમાં રહેલી ધૂળ પણ માથા પર પડવા લાગે છે. અને આ બધો કચરો પાણી સાથે તમારા વાળમાં જાય છે. આનાથી તમારા માથામાં ખંજવાળ અને ઈન્ફેક્શન જેવી સમસ્યા થઈ શકે છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર, પહેલા વરસાદના પાણીમાં વધુ એસિડ જોવા મળે છે અને તે આપણી ત્વચા માટે નુકસાનકારક છે. આનાથી તમારી ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે, તેની સાથે તમને પિમ્પલ્સ પણ થઈ શકે છે.

પહેલા વરસાદમાં લાંબા સમય સુધી ભીના થવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે.ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને વરસાદમાં ભીના થયા પછી શરીરનું તાપમાન અચાનક ઘટી જાય છે તો તેની અસર તમારા શરીર પર પડે છે. આની સૌથી ખરાબ અસર તમારા શરીર પર પડે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X