ક્યારેક લોકો ઉંદરડી કહીને આ મહિલાની મજાક ઉડાવવા, આજે આખુ ઇંગ્લેન્ડ દિવાનું છે
કહેવાય છે વ્યક્તિનો સમય બદલાતા વાર નથી લાગતી. ઘણા એવા લોકોને તમે જોયા હશે કે જેની ક્યારેક લોકો મજાક બનાવતા હતા તે આગળ જઈને સફળ વ્યક્તિ બની જાય. આજે આપણે જે યુવતી વિશે વાત કરવાના છીએ તેની સાથે પણ આવુ જ થયુ.
આપણે જે યુવતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેની સુંદરતાને લઈને લોકો મજાક બનાવી રહ્યા હતા. આ યુવતીને નાની વયે જ લોકો એવું કહીને ટ્રોલ કરતા હતા કે તે ઉંદર જેવી લાગે છે. આજે પુરૂ ઈંગ્લેન્ડ આ યુવતીનું દિવાનું છે.

આજે આપણે જેની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ફ્રાન્સેસ્કા ક્રોસલે છે અને તે 25 વર્ષની છે. તે લો વિદ્યાર્થીની છે અને કોર્પોરેટ વકીલ બનવા તાલીમ લઈ રહી છે અને એક બ્યુટી ક્વીનના નામે જાણીતી છે. તે મિસ ઈંગ્લેન્ડ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે. હવે લોકો તેની સરખામણી સ્ટાર્સ સાથે કરે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે શરૂઆતમાં તે આવી નહોતી. તેના જીવનમાં સ્થિતી અલગ હતી. તે નાની હતી ત્યારે લોકોએ તેની સુંદરતાને લઈને મજાક બનાવવાનું શરૂ કરી દીધુ હતુ.
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, ફ્રાન્સેસ્કાને તેના શાળાના મિત્રોની મજાકનો ભોગ બનવુ પડ્યુ હતુ. આનાથી તેનો આત્મવિશ્વાસ તુટી ગયો હતો. તેને લાગ્યું કે તે ક્યારેય પોતાને સુંદર બની શકશે નહીં. લોકો તેની સરખામણી ઉંદર સાથે કરતા હતા.
જો કે તેણીએ આ બધી બાબતોનો સામનો કર્યા બાદ પણ હિંમત ન હારી અને 18 વર્ષની ઉંમરે પોતાને એક મોડેલ તરીકે સાબિત કરી અને હવે તે મિસ ઈંગ્લેન્ડની સેમિફાઈનલમાં ભાગ લેવા જઈ રહી છે. હવે તેના દિવાલનાઓની સંખ્યા લાખોમાં છે.
ફ્રાન્સેસ્કા જણાવે છે કે, તે ઇચ્છે છે કે લોકો એવું ન વિચારે કે સૌંદર્ય સ્પર્ધાઓમાં માત્ર સુંદર છોકરીઓ જ આવે છે, બુદ્ધિશાળી નહીં. બ્યુટી વિથ બ્રેઈન ધરાવતી બુદ્ધિશાળી મહિલાઓ પણ સૌંદર્ય સ્પર્ધામાં આવે તેવો પ્રયાસ છે.
તે જણાવે છે કે, બાળપણમાં તેણીએ જે સામનો કર્યો તેનાથી તે ખૂબ જ પરેશાન હતી પરંતુ હવે તેણે નક્કી કર્યું છે કે તે એક મોડેલ બનશે અને દુનિયાને બતાવશે કે દરેક વ્યક્તિ સુંદર હોય છે, તેની મજાક ન ઉડાવો.












Click it and Unblock the Notifications
