For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાઈવ કરતા કરતા અચાનક સૂઈ ગઈ ઈન્ફ્લુએંઝર, ઝડપથી વધ્યા વ્યૂઝ અને થઈ સારી કમાણી

સોશિયલ મીડિયા પર રોજ કોઈકને કોઈક રસપ્રદ ઘટનાઓ જોવા મળે છે. આ વખતે એક ઈન્ફ્યુએંઝર સાથે જે થયુ તે જાણીને બધા ચોંકી ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પર રોજ કોઈકને કોઈક રસપ્રદ ઘટનાઓ જોવા મળે છે. આ વખતે એક ઈન્ફ્યુએંઝર સાથે જે થયુ તે જાણીને બધા ચોંકી ગયા છે. સાથે જ એક ભૂલથી તેણે હજારો રૂપિયા પણ કમાઈ લીધા. આ સમગ્ર ઘટના તેના ફોનના કેમેરામાં કેદ થઈ ગઈ. સાથે જ તેને હજારો લોકોએ જોઈ અને જોરદાર મઝા લીધી. બાદમાં એ ઈન્ફ્લુએંઝરે પણ ભૂલનો અહેસાસ થયો પરંતુ ત્યાં સુધી બહુ મોડુ થઈ ગયુ હતુ.

કેમેરો બંધ કરવાનુ ભૂલી ગઈ

કેમેરો બંધ કરવાનુ ભૂલી ગઈ

વાસ્તવમાં તાઈવાની એક છોકરી જે વ્યવસાયો ઈન્ફ્લુએંઝર છે તે લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી હતી. આ છોકરીને ETના નામથી ઓળખવામાં આવે છે જે મલેશિયાઈ સમૂહ AMOi-AMOiની પૂર્વ સભ્ય છે. લાઈવ ચાલી રહ્યુ હતુ ત્યારે છોકરી સૂઈ ગઈ અને કેમેરો ચાલુ જ હતો. ત્યારબાદ જે થયુ તે રસપ્રદ હતુ. છોકરીના સૂઈ ગયા બાદ લોકોએ વીડિયો જોવાનુ બંધ ન કર્યુ, તેના વ્યૂ વધતા ગયા. જેના કારણે તેણે એક રાતમાં 2000 તાઈવાની રૂપિયા કમાઈ લીધા. ભારતના હિસાબે જોઈએ તો આ રકમ લગભગ 5249 રૂપિયા હશે.

પહેલાના વીડિયો કરતા વધુ કમાણી

પહેલાના વીડિયો કરતા વધુ કમાણી

ઈન્ફ્લુએંઝરના જણાવ્યા મુજબ તેણે કૉસ્મેટીક સર્જરી પર વાત કરવા માટે પોતાની ચેનલ પર લાઈવ કર્યુ હતુ. તે લોકો સાથે વાત કરી રહી હતી કે તેને ઉંઘ આવી ગઈ. આમ તો તેના ઘણા ફોલોઅર્સ હતા પરંતુ એ દિવસે વધુ લોકો જોડાયા નહોતા. ઉંઘ આવવાના કારણે તે કેમેરો બંધ કરવાનુ ભૂલી ગઈ જેના કારણે બધા સૂઈ ગયા બાદ પણ તેનો વીડિયો જોતા રહ્યા. સવારે એ જ્યારે ઉઠી તો ચોંકી ગઈ કારણકે સૂઈ ગયા બાદ તેની સાથે 11 હજાર યુઝર્સ જોડાઈ ગયા. તેણે પહેલા જે વીડિયો કર્યા હતા તેના પર આટલી કમાણી નહોતી થઈ જેટલી સૂતેલા વીડિયોમાં થઈ.

પહેલા પણ થયુ હતુ આવુ

પહેલા પણ થયુ હતુ આવુ

આમ તો આ રીતને કોઈ પહેલો મામલો નથી. ગયા મહિને પણ Twitch સ્ટ્રીમર સાથે આવુ થયુ હતુ. આ દરમિયાન તે લાઈવ કરતા કરતા સૂઈ ગયો. જ્યારે તે ઉઠ્યો તો તેની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાઈ ચૂક્યા હતા. બાદમાં એ વ્યક્તિએ જણાવ્યુ કે તે ઉબર ડ્રાઈવ કરે છે. ત્યારબાદ તેણે લગભગ 11.6 લાખ રૂપિયા એકઠા કર્યા. સૂતા પહેલા તેને લોકોએ ચેલેન્જ કર્યુ હતુ કે બધા તેને સાઉન્ડ અને મેસેજ કરીને ડિસ્ટર્બ કરે. જો કે એ દિવસે તે વધુ નહોતો સૂઈ શક્યો પરંતુ તેને સારી એવી કમાણી થઈ ગઈ.

સેનાનો સંવેદનશીલ ઑપરેશનલ ડેટા થયો લીક, 3 જવાનોની શોધસેનાનો સંવેદનશીલ ઑપરેશનલ ડેટા થયો લીક, 3 જવાનોની શોધ

English summary
Taiwanese Influencer sleep during live stream, 11000 people watched her
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X