OMG: 5 વર્ષની બાળકીએ પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

લંડનમાં પાચ વર્ષની બાળકીના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા.

લંડનમાં એક 5 વર્ષની બાળકીના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા છે. તેના બેસ્ટ ફ્રેન્ડ સાથે જ બાળકીના લગ્ન કરાવવામાં આવ્યા છે. આ લગ્નમાં બ્રાઇડ છે 5 વર્ષની અને ગ્રૂમ છે 6 વર્ષનો. આ અજબ-ગજબ લગ્ન પ્રસંગમાં 200થી વધુ લોકોએ હાજરી આપી હતી. આ લગ્ન માટે આખા મેરેજ-હોલને પરીલોકની માફક શણગારવામાં આવ્યો હતો અને ત્યાં હાજર મહેમાનો પણ આ થીમને અનુરૂપ ડ્રેસમાં જોવા મળ્યા હતા. તમે વિચારી રહ્યા હશો કે, બાળ વિવાહ તો ગેરકાયદેસર છે, તો પછી આટલા નાના બાળકોના લગ્ન કઇ રીતે થઇ શકે અને તે પણ આટલા ધામધૂમથી?

bizzare

બાળકી છે કેન્સની દર્દી

5 વર્ષની જે બાળકીના લગ્ન તયા છે, તેનું નામ છે ઇલીધર પૅટર્સન. ઇલીધર જન્મથી જ એક ગંભીર બીમારીથી પીડિત છે. તેને ન્યૂરોબસ્ટાટોમા કેન્સર છે. આ નાનકડી બાળકી પાસે બહુ ઓછો સમય છે. તેની ઇચ્છા હતી કે, પરીકથાની માફક તેના લગ્ન થાય. તેની આ ઇચ્છા પૂરી કરવા માટે જ તેના માતા-પિતાએ લગ્ન સમારંભનું આયોજન કર્યું હતું.

bizzare

બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન

ઇલીધર પૅટર્સનના લગ્ન તેના બેસ્ટ ફ્રેન્ડ હેરિસન ગિયર સાથે કરાવવામાં આવ્યા છે. પૅટર્સન 5 વર્ષની છે અને હેરિસન 6 વર્ષનો. બંન્ને ખૂબ સારા મિત્રો છે. આ લગ્નમાં બાળકીને પરીની માફક શણગારવામાં આવી હતી અને હેરિસનને સુપરહીરોનો પોષાક પહેરાવવામાં આવ્યો હતો. હેરિસનના માતા-પિતા પણ આ લગ્ન અંગે ખૂબ ઉત્સુક હતા.

bizzare

ભાવુક થઇ માતા

બાળકી ઇલીધર પૅટર્સનની માતા આ પ્રસંગે ખૂબ ભાવુક થઇ ગઇ હતી. ઇલીધર પાસે હવે ઝાઝો સમય નથી બચ્યો અને તેની છેલ્લી ઇચ્છા પૂર્ણ કરવા માટે જ તેના માતા-પિતાએ આ વિશિષ્ટ લગ્ન સમારંભ યોજ્યો હતો. ઇલીધીરની માતા ગેલ પૅટર્સને આ સમારંભમાં પોતાની બાળકીની જીવનકથા પરીકથાના સ્વરૂપમાં લોકો સામે રજૂ કરી હતી અને ત્યારે તે ખૂબ ભાવુક થઇ ગઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X