પ્રેમ માટે કંઈ પણ..ગર્લફ્રેન્ડનું પેપર પાસ કરાવવા છોકરી બનીને પહોંચ્યો સેન્ટર, જાણો શું છે પુરી ઘટના?
કહેવાય છે કે પ્રેમીઓ પ્રેમમાં કોઈપણ હદ વટાવી જતા હોય છે. હવે આવી જ એક ઘટના પંજાબમાં સામે આવી છે. આ ઘટના જેટલી ચૌકાવનારી છે તેટલી જ ફની છે.
અહેવાલો અનુસાર, આ ઘટના પંજાબની છે. અહીં અંગ્રેજ સિંહ નામના યુવકે પોતાની પ્રેમિકા માટે હદ વટાવી અને તેના જેવો જ વેશ બનાવ્યો. આ યુવક તેની ગર્લફ્રેન્ડને પરીક્ષામાં પાસ કરાવવા માંગતો હતો અને ત્યારબાદ તે બંગડીઓ, બિંદી અને સલવાર સૂટ પહેરીને પરિક્ષા સેન્ટર પહોંચ્યો.

અંગ્રેઝ સિંહે યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરવા માટે બનાવટી મતદાર આઈડી અને આધાર કાર્ડ પણ મેળવ્યા હતા. આ બધામાં આશ્ચર્યજનક વાત એ છે કે અંગ્રેઝ સિંહે શરૂઆતમાં યુનિવર્સિટીને છેતર્યા પરંતુ બાદમાં જ્યારે બાયોમેટ્રિક પરિણામ મેચ ન થયા તો સંસ્થાએ તપાસ શરૂ કરી. આ પછી વ્યક્તિની વાસ્તવિકતા બધા સામે આવી.
આ ઘટના જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. એકે કહ્યું પ્રેમમાં બહુ વફાદારી. અન્ય એક વ્યક્તિએ લખ્યુ કે, પુરુષો પ્રેમમાં આ બધું કરી શકે છે. એકે કહ્યું કે ભાઈ ખરેખર સરસ મેકઅપ કર્યો છે.
આ ઘટના તમામ લોકોને ચૌકાવી રહી છે. લોકો માની નથી શકતા કે કોઈ વ્યક્તિ આ રીતે પ્રેમમાં બધી હદો કેવી રીતે પાર કરી શકે છે.












Click it and Unblock the Notifications
