For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલીવાર આટલી નજીકથી જોયું એલિયનનું પ્લેન! જુઓ વીડિયો...

ઘણી વખત લોકોએ આકાશમાં UFO (અનઆઈડેન્ટિફાઈડ ફાઈટ ફ્લાઈંગ સબ્જેક્ટ) જોવાનો દાવો કર્યો છે. જો કે, અત્યાર સુધી તેના અસ્તિત્વનો કોઈ પુરાવો નથી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ઘણી વખત લોકોએ આકાશમાં UFO (અનઆઈડેન્ટિફાઈડ ફાઈટ ફ્લાઈંગ સબ્જેક્ટ) જોવાનો દાવો કર્યો છે. જો કે, અત્યાર સુધી તેના અસ્તિત્વનો કોઈ પુરાવો નથી. ઘણા વીડિયો અને રહસ્યમય તસવીરો સામે આવી છે, પરંતુ આ તસવીરો વિશે કોઈ નક્કર માહિતી ક્યારેય વિશ્વ સમક્ષ જાહેર કરવામાં આવી નથી. અમેરિકાના કેટલાક અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે, અમેરિકાએ એલિયન્સ સંબંધિત માહિતી છૂપાવી છે. અમેરિકા આ​મામલે હંમેશા મૌન રહ્યું છે. આવો જ એક રહસ્યમય વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો ફ્લાઈટમાંથી એક વ્યક્તિએ શૂટ કર્યો હતો

આ વીડિયો ફ્લાઈટમાંથી એક વ્યક્તિએ શૂટ કર્યો હતો

જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તે ફ્લાઈટમાંથી એક વ્યક્તિએ શૂટ કર્યો છે. વીડિયોમાં પ્લેનની બારીમાંથી એક રહસ્યમય કાળી વસ્તુ ઉડતીજોવા મળી રહી છે.

વાદળોમાં છૂપાયેલો આ UFO પ્લેનમાં બેઠેલી વ્યક્તિમાં શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાતો UFO સતત તેનો આકાર બદલતો જોવામળી રહ્યો છે. ક્યારેક તે એક લાંબી કાળી વસ્તુ જેવી લાગે છે, તો પછી તે વિશાળ ગોળાકાર આકાર જેવી દેખાતી હતી.

વિમાને તુર્કીથી ઉડાન ભરી હતી

વિમાને તુર્કીથી ઉડાન ભરી હતી

આ વીડિયો કેરી ફોરાઈડ્સના એક વ્યક્તિએ શૂટ કર્યો હતો. કેરીએ જણાવ્યું કે, તેમની ફ્લાઈટ તુર્કીથી ઉડાન ભરી હતી. અમે ઇઝમીર અને કયા એજીયન સમુદ્ર પર ક્યાંક ઉડી રહ્યા હતા. ત્યારબાદ સાંજે 4.30 કલાકની આસપાસ અમે આ મિસાઈલ જેવી વસ્તુ જોઈ. અમે એથેન્સ જઈ રહ્યા હતા. મને 15 મિનિટ પહેલા મારી પત્ની દ્વારાચેતવણી આપવામાં આવી હતી કે, તેણે મિસાઈલ જોઈ છે. તેથી હું હાઈ એલર્ટ પર હતો.

UFO પ્લેનની ખૂબ નજીક આવી રહ્યું હતું

કેરીએ કહ્યું કે, વિચિત્ર ઉડતી વસ્તુને જોઈને એવું લાગ્યું કે, તે અમારી ફ્લાઈટના સ્તરે જ ઉડી રહી છે. કોઈક રીતે અમે બેમાંથી કોઈ તેની તરફ વળ્યા વગર જોઈ રહ્યાહતા. અમારા મનમાં અનેક સવાલો આવી રહ્યા હતા. જેમ કે તે કાળો ધુમાડો હોય શકે છે? જો તે જેટ સ્મોક છે, તો તે આપણી આટલી નજીક કેમ ઉડતો હતો? પરંતુઅમને ક્યાંય જેટ પ્લેન દેખાયું નહીં. આ સિવાય તે ગોળાકાર સ્થિતિમાં કેમ જોવા મળે છે? કેરીએ 2018માં આ વીડિયો શૂટ કર્યો હતો.

નવા વર્ષના દિવસે UFO પણ દેખાયા!

નવા વર્ષના દિવસે UFO પણ દેખાયા!

બીજી તરફ વોલ્ટ ટીમે પણ યુટ્યુબ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે, વીડિયોમાં આકાશમાં દેખાતી ફ્લેશિંગ લાઇટ્સ UFO છે.જે જુદી જુદી દિશામાં રહીને ત્રિકોણ બનાવે છે. આ ઘટના આ વર્ષની શરૂઆતમાં બની હતી. જે બાદ લોકો વીડિયો જોયા બાદ પૂછી રહ્યા છે કે, શું એલિયન્સ પૃથ્વી પરનવા વર્ષની ઉજવણી કરવા આવ્યા હતા. જો કે, મે 2021માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને લાઇવ સ્ટ્રીમમાં UFOsના સનસનાટીભર્યા ફૂટેજ દર્શાવ્યા હતા. એવો પણ દાવોકરવામાં આવી રહ્યો છે કે, નાસાએ પોતે જ એલિયન યાનને પોતાના કેમેરામાં કેદ કરી લીધું છે.

English summary
Passenger spots a strange moving UFO During mid flight see the video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X