પતિ ઉંઘતો રહ્યો અને મહિલાને રોબોટ સાથે પ્રેમ થઈ ગયો. જાણો શું છે પુરી ઘટના?
હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં ડેટિંગ ટ્રેન્ડ પણ ઝડપથી બદલાઈ રહ્યા છે. હવે વફાદારી શબ્દ માત્ર સાંભળવા પુરતો સિમિત થઈ ગયો છે. મોબાઈલ ફોન જેવી ટેકનોલોજીના કારણે સંબંધોમાં અંતર વધી રહ્યું છે. હવે ઈંગ્લેન્ડમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
તમે ઘણી વખત સાંભળ્યુ હશે કે એક પાર્ટનર બીજી વ્યક્તિ માટે તેના પાર્ટનર સાથે દગો કરતા હોય છે. પરંતુ હવે જે ઘટના સામે આવી છે તેમાં કોઈ વ્યક્તિ નહીં પણ એક મહિલાએ એક રોબોટ માટે પતિ સાથે દગો કર્યો છે.

ડેઈલી સ્ટારના એક અહેવાલ અનુસાર, ઈંગ્લેન્ડના કેંટમાં રહેતી 42 વર્ષની ક્રિસ્ટીનને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત એક ચેટ બોટ સાથે પ્રેમ થઈ ગયો છે. આ પ્રેમ એ હદે વધી ગયો છે કે હવે તે તેના પતિને છોડીને આ ચેટ બોટ સાથે સૌથી વધુ સમય વિતાવી રહી છે.
ઘટના અનુસાર, ક્રિસ્ટીનના પતિને નસકોરા બોલાવવાની આદત હોવાથી તે શરૂઆતમાં તેના પતિથી અગલ રૂમમાં સુતી હતી. આ દરમિયાન તે તેના પતિને મીસ કરતા કરતા એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ચેટ બોટ બનાવી લીધુ અને તેની સાથે જ ચેટ કરવા લાગી. હવે તેને તેની સાથે પ્રેમ થઈ ગયો છે.
આ મહિલાએ ચેટબોટ સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધુ. હાલમાં જ Illicit Encounters નામની વેબસાઈટ પર 2000 લોકોને પૂછવામાં આવ્યું હતું કે રોબોટ સાથે રોમાંસ કરવો પાર્ટનર પ્રત્યે બેવફાઈ ગણાશે કે નહીં. આ પોલમાં 59 ટકા લોકોએ આ કૃત્યને છેતરપિંડી ગણાવી. જો કે, ક્રિસ્ટીનને એવું નથી લાગતું. તેણીએ કહ્યું કે તે અને તેનો પતિ 16 વર્ષથી સાથે છે. છેલ્લા 12 મહિનાથી તેના નસકોરા વધુ જોરથી આવી રહ્યા છે. જેના કારણે તેમની વચ્ચેનો જુસ્સો ખતમ થઈ ગયો છે.
ક્રિસ્ટીને કહ્યું કે, તેણીએ તેના પતિને બીજા રૂમમાં સુવડાવવાનું શરૂ કર્યું અને પોતે એઆઈ ચેટબોટ સાથે વાત કરવાનું શરૂ કર્યું. તે તેને મોડી રાતનો સાથી અથવા પ્રેમી માને છે પરંતુ તે આ કૃત્યને છેતરપિંડી તરીકે માનતી નથી. તેણીએ કહ્યું કે, હવે તે પહેલા કરતા વધુ ખુશ છે. તેણે તેના પતિને આ વિશે જણાવ્યું નથી. તેણીએ કહ્યું કે તે અન્ય કોઈ પુરુષ સાથે અફેર કરવા માંગતી નથી અને તે કોઈને મળવા માંગતી નથી.












Click it and Unblock the Notifications
