સૌથી મોંઘી અને અનોખી કામવાળી, એક કલાકના 25 હજાર ચાર્જ, ટૉપલેસ થઈને કરે છે કામ
સોશિયલ મીડિયા હાલમાં એક કામવાળીની ખૂબ ચર્ચા થઈ રહી છે. એક કલાકના 25 હજાર રૂપિયા લે છે.
સોશિયલ મીડિયા હાલમાં એક કામવાળીની ખૂબ ચર્ચા થઈ રહી છે. સામાન્ય રીતે ભારતમાં સફાઈ માટે મહિને 3000-4000 રૂપિયા મળે છે, પરંતુ આ કામવાળી એક કલાકના 25 હજાર રૂપિયા લે છે. જ્યારે તેણે લોકોને પોતાની આખી કમાણી વિશે જણાવ્યુ તો બધા ચોંકી ગયા. હવે તેને દુનિયાની સૌથી અમીર કામવાળી કહેવામાં આવી રહી છે.

5 ઘરમાંથી મળ્યા 2000 ડૉલર
ન્યૂયોર્ક પોસ્ટમાં જણાવ્યા મુજબ એક મહિલાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે પાંચ ઘરોમાં કામ કરે છે, જેમાં ગ્રાહકોએ તેને $2,000 કરતાં વધુ ચૂકવણી કરી હતી. ભારત પ્રમાણે આ રકમ 1.60 લાખથી વધુ હશે. આશ્ચર્યની વાત એ છે કે આ કામવાળી ટૉપલેસ થઈને ઘરની સાફસફાઈ કરે છે, જેના કારણે તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

ટિકટોકે વીડિયો હટાવ્યો
તેણે તાજેતરમાં ટિકટૉક પર તેના કામ વિશે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જે પછીથી દૂર કરવામાં આવ્યો હતો. આ વીડિયો માટે તેનુ અકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યુ હતુ. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તે મહિલાનુ નામ સામી છે. એક કલાક ટૉપલેસ સફાઈ માટે તેણે 300 યુએસ ડૉલરની ફી નક્કી કરી છે. ભારતના હિસાબે આ રકમ લગભગ 25 હજાર થાય છે.

સાથે રહે છે બૉડીગાર્ડ
સેમીએ પોતાના વીડિયોમાં જણાવ્યુ કે તે અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે. તેણે કહ્યુ કે તમારામાંથી ઘણા જાણવા માગે છે કે હું ટૉપલેસ કામવાળી તરીકે એક દિવસમાં કેટલી કમાણી કરુ છુ. તો હું તમને જણાવી દઉ કે આજે મે 5 ઘરો સાફ કર્યા અને હું એક કલાક માટે 300 ડૉલર ચાર્જ કરુ છુ. મારી પાસે એક સિક્યુરિટી ગાર્ડ છે જે કારમાં બહાર બેઠો છે. તે દરેક ઈમરજન્સી માટે તૈયાર છે.

સેકડો ડૉલરની ટીપ
તેણે ઉમેર્યુ કે પહેલા ઘરના માલિકે તેને 150 ડૉલરની ટિપ આપી હતી. જોકે તે માને છે કે તેને ટીપની જરૂર નથી. આ પછી, બીજા મકાનથી 300 અને ત્રીજાથી 120 ડૉલરની ટિપ મળી. છેલ્લા ઘર માટે તેને 200 ડૉલરની ટિપ મળી કારણ કે તે ઘણુ મોટુ અને ગંદુ હતુ. જો કે મહિલાનો દાવો કેટલો સાચો છે તે કોઈ જાણી શક્યું નથી. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.












Click it and Unblock the Notifications
