લો બોલો.. નર્સ દર્દીના પ્રેમમાં પડી અને ઈન્ટિમેટ થતા દર્દીનો જીવ ગયો, જાણો ક્યાંની છે ઘટના?
દુનિયામાં તમે ઘણી અજીબોગરીબ લવ સ્ટોરી જોઈ હશે. આવી જ એક અજીબોગરીબ લવ સ્ટોરી હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઈંગ્લેન્ડમાં સામે આવેલી આ લવ સ્ટોરીમાં એક નર્સને દર્દી સાથે પ્રેમ થઈ ગયો.
આ અનોખી લવ સ્ટોરી ઈંગ્લેન્ડની છે. અહીં પેનેલોપ વિલિયમ્સ નામની એક મહિલા નર્સને સારવાર માટે આવેલા દર્દી સાથે પ્રેમ થઈ ગયો. સારવાર દરમિયાન બન્ને વચ્ચે નજીક આવ્યા અને એકબીજા સાથે રિલેશનશીપમાં આવી ગયા. જો કે આ પ્રેમનો કરૂણ અંજામ આવ્યો અને ઈન્ટિમેટ થતા એક દિવસ આ દર્દીને જીવ ગુમાવ્યો પડ્યો.

અહેવાલો અનુસાર, 42 વર્ષની પેનેલોપ વિલિયમ્સ 2019થી બેટ્સી કેડવાલાડર યુનિવર્સિટી હેલ્થ બોર્ડમાં રેનલ હેમોડાયલિસિસ યુનિટમાં નેશનલ હેલ્થ સર્વિસમાં રજિસ્ટર્ડ નર્સ તરીકે કામ કરતી હતી.
આ દરમિયાન તે હોસ્પિટલમાં દાખલ દર્દીની નજીક આવી અને બંને હોસ્પિટલની બહાર પણ એકબીજાને મળવા લાગ્યા. હોસ્પિટલ પ્રશાસનને તેમની નિકટતાની જાણ પણ ન હતી પરંતુ આ ઘટના ત્યારે સામે આવી જ્યારે બન્ને હોસ્ટિપટના કાર પાર્કિંગમાં ઈન્ટિમેટ થયા અને સારવારના અભાવે દર્દીનું મોત થયુ.
અહેવાલો અનુસાર, દર્દીને હાર્ટ એટેક આવ્યો હતો. નર્સ વિલિયમ્સ તે સમયે એમ્બ્યુલન્સ બોલાવવામાં નિષ્ફળ રહી અને દર્દી તેની કારની પાછળની સીટમાં બેભાન અવસ્થામાં પડ્યો રહ્યો. હાલ મામલાની તપાસ ચાલી રહી છે અને નર્સ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
આ નર્સે ઉત્તર વેલ્સની રેક્સહામ હોસ્પિટલમાં લોકોથી છુપાવેલા ડાયાલિસિસ દર્દી સાથે એક વર્ષ લાંબા અફેરની કબૂલાત કરી છે. તેને શિસ્ત સમિતિને કહ્યું કે, તે વ્યક્તિને ગઈકાલે મોડી રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો.
શિસ્ત સમિતિ અનુસાર, વિલિયમ્સે મદદ માટે 999 પર ફોન કર્યો ન અને તેના બદલે તેના બોયફ્રેન્ડ પર CPR કરવા રડતા અને વિચલિત થઈને એક સહકર્મીને ફોન કર્યો. જો કે તેમનો સહકર્મી પહોંચે ત્યાં સુધી મોડુ થઈ ચુક્યુ હતુ.
આ પરિણીત નર્સને હવે નર્સિંગ અને મિડવાઇફરી કાઉન્સિલ દ્વારા ડ્રોપ કરવામાં આવી છે અને તેના પર નર્સિંગ વ્યવસાયને બદનામ કરવાનો આરોપ લગાવાયો છે. દર્દી ડાયાલિસિસ માટે નિયમિતપણે યુનિટની મુલાકાત લેતો હતો અને જાન્યુઆરી 2021માં બંને વચ્ચે જાતીય સંબંધ શરૂ થયો હતો.
પહેલા નર્સે પોલીસને જણાવ્યું કે, દર્દીએ તેને ફેસબુક પર એક મેસેજ મોકલ્યો હતો અને તબિયત ખરાબ હોવાનું કહ્યું હોવાથી તે મળવા આવી હતી. જો કે બાદમાં તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેઓનું અફેર હતું અને તે સાંજે તેઓ એક કારમાં હતા. બન્નેએ કાર પાર્કિંગમં મળવાનો પ્લાન બનાવ્યો હતો.
હાલ આ નર્સ પર ઓછામાં ઓછા 18 મહિના માટે પ્રતિબંધ મૂકાયો છે અને તે પછી જ તે ફરીથી અરજી કરી શકશે. તેની નર્સ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
