બિહારમાં ઝડપથી વધી રહ્યો છે કોર્ટ મેરેજનો ટ્રેન્ડ, જાણો કેમ આવુ થઈ રહ્યું છે?
બિહારની ગણતરી ભારતના પછાત રાજ્યોમાં થાય છે. જો તે તમને જાણીને નવાઈ લાગશે કે આ પછાત રાજ્યમાં પણ મેરેજનો ટ્રેન્ડ વધી રહ્યો છે. બિહારના યુવાનોને કોર્ટ મેરેજ કેમ પસંદ આવી રહ્યા છે તેની પાછળના ઘણા કારણો છે?
આંકડા અનુસાર, 2022માં બિહારમાં 1212 કપલે કોર્ટ મેરેજ કર્યા છે. જાણીને નવાઈ લાગશે કે આ આંકડાની સરખામણીમાં 2023નાં આંકડામાં મોટો તફાવત છે. આ વર્ષે જૂન સુધીમાં જ મેરેજ રજીસ્ટ્રેશનના 566 અને લગ્ન કરવા માટેની 717 અરજીઓ આવી છે. ગચા વર્ષે લગ્ન પહેલાની અરજીનો આંકડો 1439 હતો.

સામાન્ય સ્થિતીમાં લવ મેરેજ કરનારા કપલ જ કોર્ટમાં મેરેજ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બિહાર સરકાર દ્વારા આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને આંતરજ્ઞાતિય લગ્ન કરનાર કપલને સરકાર દ્વારા 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટે કપલે લગ્નના એક વર્ષમાં સમાજ કલ્યાણ વિભાગને અરજી કરવાની રહે છે. કોર્ટ મેરેજ વધવાનું આ પણ એક કારણ છે. સામાજિક બંધનો તોડીને આંતરજ્ઞાતિય લગ્ન કરનારાઓ કોર્ટ મેરેજનો માર્ગ પસંદ કરે છે.
જણાવી દઈએ કે, જો કોર્ટ મેરેજ કરનારા કાયદાનું પાલન ન કરે તો લગ્ન રદ્દ પણ થઈ શકે છે. જો કોઈને લગ્ન સામે વાંધો હોય તો તે 100 રૂપિયાની ફી સાથે વાંધો ઉઠાવી શકે છે, પરંતુ વાંધો ઉઠાવનારને તેની અરજીને યોગ્ય ઠેરવવી પડે છે.
જો ઉંમર અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હોય તો તેના પુરાવા આપવાના રહેશે. જો પ્રતિબંધિત સંબંધ એટલે કે જેમના લગ્ન હિંદુમાં શક્ય નથી તેના સંબંધમાં વાંધો હોય તો તે પણ સાબિત કરવું પડશે. આવી સ્થિતિમાં સક્ષમ પુરાવા સાથે લગ્ન અટકાવી શકાય છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
