Video : મહિલા તેના જ લગ્નમાં મુઠ્ઠીભર કપડામાં લોકો સામે આવી ગઈ, જાણો શું છે પુરી ઘટના?
લગ્ન દરેક વ્યક્તિ માટે ખાસ પ્રસંગ હોય છે અને તેને યાદગાર બનાવવા ઘણા આયોજન કરતા હોય છે. જો કે એક મહિલાએ તેના પતિને ખુશ કરવા અને દિવસને યાદગાર બનાવવા કંઈક એવુ કર્યુ કે લગ્નમાં હંગામો મચી ગયો.
મહિલાઓ લગ્નને લઈને વધારે એક્સાઈટેડ હોય છે અને તેની મહિનાઓ સુધી તૈયારીઓ કરે છે. લગ્નમાં ક્યા સમયે કેવા કપડા પહેરવાથી લઈને અલગ દેખાય તે માટે શું કરવુ તે માટેની તૈયારીઓ કરતી હોય છે. જો કે ક્યારેય આયોજનમાં એવી ભુલ થાય છે કે તેને શરમમાં મુકાવુ પડે છે. આ મહિલા સાથે પણ એવુ જ થયુ છે.

ઓસ્ટ્રેલિયામાં રહેતી 33 વર્ષની એલી ગોન્સાલ્વિસની આ હરકતની હવે ખુબ ચર્ચા થઈ રહી છે. તેને પોતાના લગ્નના દિવસે એવો ડ્રેસ પહેર્યો કે તેને જોઈને બધાના હોશ ઉડી ગયા. આ મહિલા મજાકનો ભોગ બની અને શરમમાં મુુકાઈ ગઈ. એલીએ પોતાના લગ્નના દિવસે એવો શોર્ટ ડ્રેસ પહેર્યો કે લોકોએ તેને મજાક ઉડાવી દીધી.
એલીએ તેના લગ્નના દિવસે બે ડ્રેસ પહેર્યા તે બન્ને એકદમ રિવીલિંગ અને સાથે સાથે ખાસ હતા. એલી આ ડ્રેસ ખાસ તેના પતિ માટે પહેરીને પહોંચી હતી. એલીએ તેના અનોખા ડ્રેસની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી અને લખ્યું કે તેનો પતિ તેનો ડ્રેસ જોઈને ચૌકી ગયો છે. તેને આ સરપ્રાઈઝ ખૂબ જ ગમ્યુ છે.
એલીએ પોતાનો અનોખો ડ્રેસ પહેરીને એન્ટ્રી લીધી તો લોકોએ તેની મજાક ઉડાવી અને ઘણી કોમેન્ટ કરી. કેટલાક લોકોએ કહ્યું કે, તે આનાથી વધુ સારું નહોતી પહેરવાની. આનાથી એલીને કોઈ ફરક ન પડ્યો. એલીએ આ ડ્રેસ તેના પતિ માટે પહેર્યો હતો, જેનાથી તે ખુશ થયો હતો.












Click it and Unblock the Notifications
