દુનિયાના આ દેશોમાં કોઈ એરપોર્ટ નથી, જાણો લોકો અહીં કેવી રીતે પહોંચે છે?
હાલમાં જ સમાચાર આવ્યા હતા કે દુનિયામાં સબઓર્બિટલ ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે. એર ટ્રાવેલિંગ ક્ષેત્રે સતત નવા નવા સુધારા થઈ રહ્યા છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયાના કેટલાક એવા પણ દેશ છે કે ત્યાં કોઈ એરપોર્ટ નથી.

લિક્ટેનસ્ટેઇન
લિક્ટેનસ્ટેઇનની સરહદ ઓસ્ટ્રિયા અને જર્મનીને મળે છે. આ નાનો દેશ બે મોટા દેશો વચ્ચે આવેલો છે. આ દેશમાં એક પણ એરપોર્ટ નથી. અહીંના લોકો દેશમાં આવવા કાર, ટ્રેન કે જહાજ દ્વારા પહોંચે છે. અહીં પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ સ્વિત્ઝર્લેન્ડમાં છે.
વેટિકન સિટી
વેટિકન સિટી દુનિયાનો સૌથી નાનો દેશ છે અને તે માત્ર એકસો નવ એકર વિસ્તારમાં ફેલાયેલો છે. આટલા નાના હોવાને કારણે વેટિકન સિટીમાં એક પણ એરપોર્ટ નથી. અહીં આવતા લોકોને રોમથી આવવુ પડે છે. રોમના બે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દ્વારા વેટિકન સિટી પહોંચી શકો છો.
મોનાકો
પશ્ચિમ યુરોપમાં સ્થિત આ દેશ વિશ્વનો બીજો સૌથી નાનો દેશ છે. આ દેશ ફ્રાન્સ અને ઇટાલીની વચ્ચે આવેલો છે. વિશ્વના કોઈપણ દેશ કરતા સૌથી વધુ માથાદીઠ કરોડપતિ લોકો ધરાવત આ દેશમાં એક પણ એરપોર્ટ નથી.
એન્ડોરા
એન્ડોરા યુરોપનો છઠ્ઠો સૌથી નાનો દેશ છે. આ સાથે તે વિશ્વનો 16મો સૌથી નાનો દેશ છે. 468 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા એન્ડોરાની વસ્તી 85,000 છે અને અહીં એક પણ એરપોર્ટ નથી.
સૈન મેરિનો
સૈન મેરિનો વિશ્વનો પાંચમો સૌથી નાનો દેશ છે. એક પણ એરપોર્ટ નથી. આ દેશમાં આવવા માટે નવ માઈલ દૂર નજીકનું એરપોર્ટ મળે છે. 33,000 લોકોની વસ્તી ધરાવતા આ દેશના લોકોને એરપોર્ટ નવ માઈલ દૂર હોવાથી કોઈ મુશ્કેલી પડતી નથી.












Click it and Unblock the Notifications
