સૌથી લાંબુ આયુષ્ય ધરાવે છે આ જીવો, એકની ઉંમર 200 તો એક છે અમર
ધરતી પર ઘણા જીવો લાંબુ આયુષ્ય ધરાવે છે. ઘણા દુર્લભ જીવો જોવા મળે છે, સમગ્ર દુનિયામાં ઘણા અજીબોગરીબ જીવો જોવા મળે છે, આ સાથે ઘણી પ્રજાતિ એવી છે, વૈજ્ઞાનિકોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે.
સામાન્ય રીતે પાણીની અંદર રહેતા જીવો પાણીમાં વર્ષો સુધી જીવિત રહે છે. આજે આપણે ધરતી પર રહેવાવાળા એવા જીવો વિશે જાણીશું, જે વર્ષો સુધી જીવિત રહે છે.

બોહેડ વ્હેલ - બોહેડ વ્હેલ આર્ક્ટિક સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં રહે છે. આ માછલી 200 વર્ષથી વધુ જીવી શકે છે. અત્યાર સુધીની સૌથી લાંબી જીવતી વ્હેલ 211 વર્ષ જીવી છે. આ માછલીની સૌથી નજીકની સંબંધી મિંક વ્હેલ છે, જે 60 વર્ષ સુધી જીવે છે.
સૌથી મહત્વની બાબત એ છે કે, બોહેડ વ્હેલની અંદર એક ખાસ પ્રકારનું જનીન હોય છે. આ જનીન શરીરના ક્ષતિગ્રસ્ત ડીએનએને રિપેર કરવામાં મદદ કરે છે. જેના કારણે બોહેડ વ્હેલને કેન્સર જેવી ખતરનાક બીમારી થતી નથી.
ગાલાપાગોસ કાચબો - કાચબો પણ લાંબો સમય જીવે છે. ગાલાપાગોસ કાચબો સરેરાશ 200 થી 250 વર્ષ જીવી શકે છે. અદ્વૈત નામનો નર કાચબો 225 વર્ષ જીવ્યો હતો. આ કાચબાનું મૃત્યુ વર્ષ 2006માં 225 વર્ષની વયે થયું હતું.
વૈજ્ઞાનિકોના મતે કાચબાના લાંબા આયુષ્ય પાછળનું કારણ તેમના ડીએનએ સ્ટ્રક્ચરમાં રહેલું છે. તેમના જનીન પ્રકારો કોષની અંદર ડીએનએ રિપેરને લંબાવે છે, જે સમય જતાં કોષની એન્ટ્રોપીમાં ઘણો વધારો કરે છે.
એક મોટું કારણ એ છે કે, આના કારણે કેટલાક કાચબા 250 વર્ષથી વધુ જીવે છે. ગાલાપાગોસ કાચબો સાત ગાલાપાગોસ ટાપુઓ પર રહે છે અને ઘણીવાર પ્રવાસીઓ તેમની મુલાકાત લે છે.
ફ્રેશ વોટર પર્લ મસલ - તાજા પાણીના મોતી મસલ પાણીમાં રહેતા કેટલાક સૌથી અનોખા જીવો છે. તેઓ પાણીની અંદરના સૂક્ષ્મ કણોને ફિલ્ટર કરીને પોતાનો ખોરાક બનાવે છે. તેમની પાચન પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે. આ કારણે તેઓ ખૂબ લાંબો સમય જીવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, અત્યાર સુધી મળી આવેલું સૌથી જૂનું મોતી છીપલું 280 વર્ષથી વધુ જૂનું છે.
ગ્રીનલેન્ડ શાર્ક - આ મોટે ભાગે આર્કટિક સમુદ્રમાં જોવા મળે છે. ગ્રીનલેન્ડ શાર્ક એક વર્ષમાં માત્ર 1 સેમી લંબાઈ વધે છે. તેઓ ખૂબ જ સુસ્ત માછલીઓ છે અને ધીમે ધીમે તરીએ છે. વૈજ્ઞાનિકોના મતે ધીમા સ્વિમિંગને કારણે તેમના શરીરમાંથી ઉર્જાનો વપરાશ ઓછો થાય છે. આ જ કારણ છે કે, ગ્રીનલેન્ડ શાર્ક લાંબુ જીવે છે. કેટલીક ગ્રીનલેન્ડ શાર્ક 400 વર્ષ સુધી જીવી શકે છે.
હાઇડ્રા - તમે પુસ્તકોમાં હાઇડ્રા વિશે વાંચ્યું જ હશે. ઘણા સંશોધનો બાદ પણ વૈજ્ઞાનિકો હજુ સુધી તેની ચોક્કસ ઉંમરનો અંદાજ લગાવી શક્યા નથી. કેટલાક નિષ્ણાતોના મતે, તેઓ અમર છે. જો તેઓને કોઈપણ રીતે નુકસાન ન થયું હોય, તો તેઓ ક્યારેય મૃત્યુ પામશે નહીં.
રફી રોકફિશ - સૌથી વધુ જીવંત માછલીઓમાં રફી રોકફિશનું નામ સામેલ છે. વોશિંગ્ટન ડિપાર્ટમેન્ટ ઓફ ફિશ એન્ડ વાઇલ્ડ લાઇફ અનુસાર, આ માછલી ઓછામાં ઓછા 205 વર્ષ સુધી જીવી શકે છે.












Click it and Unblock the Notifications
