નોકરી હોય તો આવી…આ ખૂબસૂરત છોકરીને ઓફિસમાં ટાઈમ પાસ કરવાનો મળે છે મોટો પગાર
લોકોનું સપનું હોય છે કે તેમને એવી નોકરી મળે જેમાં કોઈપણ પ્રકારના ટેન્શન વગર સારો પગાર મળે. કોઈ તમને કહે કે ઓફિસમાં આંટા મારવાની મોટી સેલેરી મળશે તો તમે શું વિચારો? જો કે આ હકિકત છે. એક છોકરીને ઓફિસમાં ચક્કર મારવાનો પગાર મળે છે.
હાલમાં સોશિયલ મીડિયા પર ડેની નામની એક છોકરી ઝડપથી વાયરલ થઈ રહી છે. યુવતીનું કહેવું છે કે તે એવું કામ કરી રહી છે, જેમાં તેને કોઈ ખાસ કામ કરવાની જરૂર જ નથી. તે સારા કપડા પહેરીને ઓફિસમાં ફરે છે અને આખો દિવસ આરામ કરે છે.

ડેની અમેરિકાની એક કંપનીમાં ઓફિસ મેનેજર તે કામ ચોરી નથી કરતી પરંતુ તેનું કામ જ એવુ છે કે તેને કોઈ ખાસ કામ કરવાની જરૂર પડતી નથી. ઑફિસ મેનેજર તરીકે તેનું એકમાત્ર કામ છે કે આખી ઑફિસમાં બધું બરાબર છે કે નહીં તે જોતા રહેવાનું.
ડેનીને ઓફિસમાં બધુ ઠીક કે નહીં તે જોવાનો પગાર મળે છે. આ સિવાય તેને કેટલીક મીટીંગ અને પેપર ફાઈલ કરીને આરામ જ આરામ હોય છે. તે ઓફિસમાં આંટાફેરા કરીને ફ્રી બેસી રહે છે.
ડેની પાસે આવી નોકરી હોવાથી તેની પાસે સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવવાનો પુરો સમય છે. ડેનીએ વીડિયો દ્વારા જ લોકોને પોતાની નોકરી વિશે વાત કરી છે. વીડિયો શેર કરીને ડેનીએ લખ્યુ કે, મારો જન્મ આળસુ છોકરીઓની ઓફિસ જોબ માટે જ થયો હતો. કામ વચ્ચે આરામ કરવાનો યોગ્ય પગાર મળે છે.
આ વીડિયો વાયરલ થયા બાદ હવે યુઝર્સ યુવતીને પુછી રહ્યા છે કે તેને આવી સારી નોકરી કેવી રીતે મળી. આ સવાલનો જવાબ આપત ડેનીએ કહ્યું કે, મેનેજમેન્ટ પદ માટે નોકરી શોધવી જોઈએ. ખાસ કરીને રિયલ એસ્ટેટ અને ટેક કંપનીઓને ઓફિસ મેનેજરની જરૂર હોય છે. શરૂઆત આસિસ્ટન્ટ તરીકે કરી શકાય.












Click it and Unblock the Notifications
