આ વાત એ ગુલામની, જેને માલિક માટે 200 બાળકો પેદા કરી દીધા
વિશ્વનો ઇતિહાસ ગુલામી કાળથી ભરેલો પડેલો છે. દુનિયાભરમાં તાકાતવર લોકો ગુલામો પાસે પોતાના કામ કરાવતા અને તેમને જાનવરની જેમ જ વેચતા અને શોષણ કરતા. શોષણની ઘણી કહાનીઓ તમે ઇતિહાસના સાંભળી હશે પરંતુ આજે જે કહાની સંભળાવી રહ્યા છીએ તે ચૌકાવનારી છે.
દુનિયામાં ગુલામોની ખરીદી અને વેચાણ બહુ થયુ છે. તેમાં પણ બ્લેક લોકોને મોટા શોષણનો સામનો કરવો પડ્યો છે. દુનિયાના ઘણા ભાગોમાં બ્લેક લોકો જોવા મળે છે તે તમામ મૂળ આફ્રિકાના છે. જે લોકો આ ગુલામો ખરીદતા હતા તે તેમને વિવિધ પ્રકારના કામ કરાવતા હતા. પરંતુ આજે અમે તમને એક એવા ગુલામની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જેનું કામ માત્ર પોતાના માલિક માટે બાળકો પેદા કરવાનું હતું.

આપણે જે પાટા સાકા વિશે વાત કરી રહ્યા છીએ તેનું સાચું નામ રોક જોસ ફ્લોરેન્સિયો હતું. 19મી સદીમાં તેને બ્રાઝિલના એક જમીનદારે ગુલામ બનાવ્યો હતો. કહેવાય છે કે પાટા સેકાની લંબાઈ લગભગ 7 ફૂટ 2 ઈંચ હતી અને તે એકદમ મજબૂત હતો. તેના વિશે કહેવાય છે કે તે 130 વર્ષ જીવ્યો. આ ગુલામે તેનુ પુરૂ જીવન બાળકો પેદા કરવામાં વિતાવી દીધુ.
આ તે સમયગાળાની વાત છે જ્યારે આફ્રિકન ગુલામોની ખરીદી અને વેચાણ ટોચ પર હતું. દુનિયાભરના શ્રીમંતો આ ગુલામોને ખરીદવા માટે ઉંચી કિંમત ચૂકવતા. ગુલામ હોય અને મજબૂત હોય તો જમીનદારો તેના વધુ પૈસા ચુકવતા હતા.
પાટા સેકા ખૂબ જ મજબૂત હતો, તેથી જ માલિકે માસ્ટરે તેને બ્રીડરનું કામ આપ્યું હતુ. આવુ એટલા માટે કે તેનાથી જન્મેલા બાળકો પણ મજબૂત બને અને તેમને વેચીને ઘણા પૈસા કમાઈ શકે. એવું કહેવાય છે કે પાટા સેકાએ તેમના જીવનમાં 200 થી વધુ બાળકોને જન્મ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
