આ છે દુનિયાની સૌથી શ્રાપિત ખુરશી, બેસશો તો મળશે મોત
આ દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જેને શાપિત માનવામાં આવે છે. કહેવાય છે કે આજે હજારો વર્ષો બાદ પણ આ વસ્તુઓ તેનો પ્રભાવે દેખાડે છે. આજે આપણે આવી જ એક ખુરશી વિશે વાત કરવાના છીએ.
આજે આપણે એવી જ એક રહસ્યમય ખુરશી વિશે જાણવાના છીએ જેના વિશે દાવો કરવામાં આવે છે કે તેના પર બેસનારા દરેક વ્યક્તિના મોત થઈ જાય છે. આ ખુરશી ઈંગ્લેન્ડના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.

આ ખુરશી કેટલી ખૌફનાક છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેને જમીનથી ઘણી ફૂઉપર લટકાવી દેવામાં આવી છે જેથી તેના પર કોઈ બેસી ન શકે. મોતની ખુરશીના નામે જાણીતી આ ખુરશી સાથે એક ખાસ કહાની જોડાયેલી છે.
જણાવી દઈએ કે આ ખુરશી થોમસ બસ્બી નામના એક વ્યક્તિની હતી. ચર્ચા છે કે તેના સસરા એકવાર તેની આ પ્રિય ખુરશી પર બેઠા હતા. આનાથી થોમસ ગુસ્સે થયો અને તેણે તેની હત્યા કરી નાખી.
આ હત્યાના આરોપમાં થોમસ બસ્બીને ફાંસી આપી દેવાઈ હતી. મરતા પહેલા થોમસે શ્રાપ આપ્યો છે કે જે આ ખુરશી પર બેસવાની હિંમત કરશે તે મરી જશે.
થોમસના મૃત્યુ પછી પણ ઘણા લોકોએ આ વાતને ગંભીરતાથી ન લીધી અને ખુરશી પર બેસવાની ઈચ્છા કરી, આમ કરવા પર થોડા જ દિવસોમાં તે તમામના મોત થઈ ગયા.
થોડા સમયમાં જ આ ખુરશી પર બેઠનારા 4 લોકોના મોત થતા લોકોએ તેને શાપિત માની લીધી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેટલાક સૈનિકો આ ખુરશી પર બેઠા હતા. આ બધા સૈનિકોમાંથી એક પણ યુદ્ધ દરમિયાન જીવતો બચી શક્યા નહી. માન્યતા છે કે આજે પણ થોમસ બસ્બીની આત્માનો આ ખુરશીમાં નિવાસ છે.












Click it and Unblock the Notifications
