આ એકમાત્ર ફળને ફ્લાઈટમાં લઈ જવાની મનાઈ છે, જાણો ક્યું છે આ ફળ?
આ દુનિયામાં વિવિધ દેશોની એરલાઈનમાં અલગ-અલગ નિયમો હોય છે. એરલાઈનમાં કઈ વસ્તુ લઈ જવી અને કઈ વસ્તુ ન લઈ જવી તેને લઈને પણ અલગ નિયમો બનાવવામાં આવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે મોટાભાગની એકલાઈનમાં ફળ લઈ જવાની પરવાનગી હોય છે પરંતુ એક ફળ લઈ જવાની પરવાનગી કોઈ એરલાઈનમાં નથી.
સામાનના વજન અને હેન્ડબેગના નિયમોથી બધા પરિચિત હશે પરંતુ ઘણી વખત આપણે તે વસ્તુઓથી અજાણ રહીએ છીએ જે ફ્લાઈટમાં લઈ જવાની પરવાનગી નથી. ખાવા-પીવાની વસ્તુઓ માટે ખાસ બનાવેલા નિયમો મોટાભાગના લોકો જાણતા નથી. ફળ અને ફૂલને લઈને પણ આવા જ નિયમો છે.

આ સવાલ જેટલો સરળ દેખાય છે એટલો જ પેચીદો છે. હવાઈ મુસાફરીમાં એક ફળ જ લઈ જવાની મનાઈ શા માટે છે એ સવાલનો જવાબ છે નારિયેળ. તમે હવાઈ મુસાફરીમાં તમારી સાથે પૂજા અને અનુષ્ઠાનમાં જરૂરી ગણાતું નાળિયેર લઈ શકતા નથી.
આ પર પ્રતિબંધ મૂકવા પાછળ એક લોજીક છે. સૂકું નાળિયેર જ્વલનશીલ પદાર્થમાં ગણાય છે. તમે ફ્લાઇટમાં તમે સૂકું અથવા આખું નાળિયેર લઈ શકતા નથી. કોઈપણ જ્વલનશીલ સામગ્રી ફ્લાઇટમાં લઈ જઈ જવાની પરવાનગી ન હોવાથી નારિયેળને પણ આ નિયમ લાગુ પડે છે.
આ સિવાય જ્વલનશીલ પદાર્થોની યાદીમાં તમાકુ, ગાંજા, હેરોઈન અને આલ્કોહોલને ફ્લાઈટમાં લઈ જવા પર પણ પ્રતિબંધ છે. હવાઈ મુસાફરી દરમિયાન મરીના સ્પ્રે અને સ્ટિક જેવી વસ્તુઓ લઈ જવાની પરવાનગી નથી. નાના સાધનોમાં રેઝર, બ્લેડ, નેઇલ કટર અને નેઇલ ફાઇલર પણ ચેક ઇન દરમિયાન બહાર કરી દેવામાં આવે છે. આ સાધનોની શ્રેણી હેઠળ આવે છે.
આ સિવાય રમતગમતની વસ્તુઓ લઈ જવા પર પણ પ્રતિબંધ છે. લાઇટર, થિનર, મેચ, પેઇન્ટ જેવી જ્વલનશીલ વસ્તુઓ પણ મુસાફરીમાં લઇ જઇ શકાતી નથી. ઇંધણ વિના લાઇટર અને ઇ-સિગારેટ અમુક નિયમો હેઠળ લઇ જઇ શકાય છે.












Click it and Unblock the Notifications
