દિવસમાં બે વાર અદ્રશ્ય થઈ જાય છે આ અલૌકિર મંદિર, દર્શનનું છે અલગ મહત્વ
આ અલૌકિર મંદિરમાં ખુદ સમુદ્ર અભિષેક કરે છે. આ મંદિર તેની ભૌગૌલિક પરિસ્થિતીને કારણે દિવસમાં બે વખત અદ્રશ્ય થઈ જાય છે.
ભરૂચ : ગુજરાતમાં સોમનાથ અને દ્વારકા જેવા મોટા મંદિરો આવેલા છે. એક તરફ ભગવાન સોમાનાથ તો બીજી તરફ અંબાજીમાં માં અંબાના દર્શનનું અલગ મહત્વ છે. જો કે આજે આપણે વાત ભગવાન શિવની કરવાના છીએ પરંતુ આ મંદિર વિશે બહુ ઓછા લોકો જાણો છે. આ અલૌકિક મંદિર સવાર-સાંજ અદ્રશ્ય થઈ જાય છે.

ગુજરાતનું અલૌકિક શિવ મંદિર
ભરૂચના જંબુસરમાં આવેલુ આ અલૌકિક મંદિર ભાવિકોમાં અલગ મહત્વ ધરાવે છે. ભરૂચ જિલ્લાના કાવી-કંબોઈ ગામમાં કેમ્બે બેટ પર આવેલુ આ સ્તંભેશ્વર મહાદેવ મંદિર સવાર-સાંજ આંખોથી ઓઝલ થઈ જાય છે.

આ મંદિર સવાર-સાંજ ગાયબ થઈ જાય છે
માન્યતાઓ અનુસાર, ભગવાન શિવના પુત્ર કાર્તિકેયે તારકાસુરના વધ બાદ શિવભક્તનો સંહાર કર્યાનું દુખ લાખતા અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. તેમણે અહીં વર્ષો સુધી તપ કર્યુ અને શિવજીને પ્રસન્ન કર્યા હતા.

ભૌગૌલિક પરિસ્થિતીને કારણે આમ થાય છે
ભૌગોલિક પરિસ્થિતીને કારણે આ મંદિર દિવસમાં બે વખથ ગાયબ થઈ જાય છે. થોડા સમયમાં મંદિર ફરીથી પાછુ દેખાવા લાગે છે. આ ઘટના દરિયામાં આવતી ભરતીને કારણે ઘટે છે. આ અનોખા મંદિરના દર્શન માટે દુર દુરથી ભક્તો આવે છે.

દરિયો ભગવાનનો અભિષેક કરે છે
કેમ્બે બેટ પર સ્થિત મંદિરમાં સમુદ્ર અભિષેક કરે છે. આ મંદિર ભરૂચ જિલ્લામાં આવેલુ છે અને વડોદરાથી 85 કિલોમીટર દૂર છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિર દરિયા વચ્ચે આવેલુ છે અને અનોખુ મહત્વ ધરાવે છે.

અહીં દર્શનનું અલગ મહત્વ છે
સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં 4 ફૂટનું વિશાળ શિવલિંગ આવેલુ છે. 2 ફૂટ પહોળા આ શિવલિંગના દર્શન કરવાથી ભક્તોની તમામ મુશ્કેલીઓ દુર થઈ જાય છે. ભગવાન શિવના ચમત્કારને જોવા માટે લાખો પ્રવાસીઓ પણ આવે છે.












Click it and Unblock the Notifications
