Trending News : પૃથ્વી તરફ ઝડપથી વધી રહ્યો છે મોટો લઘુગ્રહ, નાસાએ આપી ચેતવણી
Trending News: વર્તમાન સમયમાં સમગ્ર દુનિયામાં એક ખતરનાક એસ્ટરોઇડ (લઘુગ્રહ)ની ચર્ચા થઈ રહી છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પૃથ્વી સાથે તેની ટક્કર વિશે મહત્વપૂર્ણ માહિતી આપી છે.
આ એસ્ટરોઇડની શોધ જાન્યુઆરી 2022માં થઈ હતી. એસ્ટરોઇડને પૃથ્વી માટે ખતરો માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જો એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાશે, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. એવું કહેવાય છે કે એકવાર પૃથ્વી સાથે એસ્ટરોઇડની ટક્કર થઈ હતી, જે બાદ પૃથ્વી પરથી ડાયનાસોરનો નાશ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, વૈજ્ઞાનિકોએ એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાવાની સંભાવના ઘણી વખત વ્યક્ત કરી હતી, પરંતુ આવું ક્યારેય બન્યું નથી. વર્તમાન સમયમાં એસ્ટરોઇડ પૃથ્વી પરથી સતત પસાર થઈ રહ્યા છે.
અમેરિકી સ્પેસ એજન્સી નાસા વારંવાર પૃથ્વીની નજીક આવતા એસ્ટરોઇડને લઈને ચેતવણીઓ જાહેર કરે છે. સૌરમંડળમાં મોટી સંખ્યામાં એસ્ટરોઇડ જોવા મળે છે. અત્રે નોંધનીય બાબત છે કે, લગભગ 16 હજાર એસ્ટરોઇડ પૃથ્વીની આસપાસ ફરે છે.
ખતરનાક એસ્ટરોઇડ ક્યારેક પૃથ્વીની એટલી નજીક લાવવામાં આવે છે કે, તેમની અથડામણની શક્યતા વધી જાય છે. હવે ફરી એકવાર અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ એક વિશાળ એસ્ટરોઇડને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
NASAની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL) એ એસ્ટરોઇડ 2022 BS2 ને લઈને એક ચેતવણી જાહેર કરી છે. વર્ષ 2022 માં શોધાયેલા આ એસ્ટરોઇડ 380 દિવસમાં સૂર્યની આસપાસ તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ એસ્ટરોઇડ એપોલો જૂથનો છે.
નાસાના જણાવ્યા અનુસાર, આ એસ્ટરોઇડ 95 ફૂટનો છે, અને ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે. તે 29585 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યું છે.
હવે તે ફરીથી 8 ફેબ્રુઆરી 2048ના રોજ પૃથ્વીની નજીક આવશે. તાજેતરમાં એસ્ટરોઇડ 2022 BS2 11 ઓગસ્ટ, 2023ના રોજ પૃથ્વીની નજીકથી પસાર થશે. જોકે, નાસાએ હજુ સુધી પૃથ્વી સાથે તેની ટક્કર અંગે કોઈ માહિતી આપી નથી.
પૃથ્વી સાથે એસ્ટરોઇડની અથડામણ ખૂબ જ દુર્લભ ઘટના છે, પરંતુ તેની શક્યતાને નકારી શકાય તેમ નથી. ગ્રહોના કદની તુલનામાં એસ્ટરોઇડ અત્યંત નાના છે. પૃથ્વીનો વ્યાસ લગભગ 12,756 કિમી છે. આવી સ્થિતિમાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પણ ખૂબ શક્તિશાળી છે.
એસ્ટરોઇડ શું છે?
ઉલ્કા અથવા લઘુગ્રહને એસ્ટરોઇડ કહેવામાં આવે છે. ગ્રહની રચના દરમિયાન, તેમાંથી ખડકોના નાના ટુકડાઓ બહાર આવે છે અને સૂર્યની પરિક્રમા કરવાનું શરૂ કરે છે. ક્યારેક એવું બને છે કે, તેઓ તેમના ભ્રમણકક્ષાની બહાર જતા રહે છે. એસ્ટરોઇડ સામાન્ય રીતે ગ્રહોની ભ્રમણકક્ષામાં બળી જાય છે, પરંતુ મોટા લઘુગ્રહો ક્યારેક ક્યારેક ગ્રહો સાથે અથડાય છે. આ પહેલા પણ ઘણા એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાયા છે.












Click it and Unblock the Notifications
