Trending News : એલિયન લાવ્યા હતા પિરામિડોના પથ્થર? જાણો શું કહે છે નવું રિસર્ચ
Trending News : મિસ્રના પિરામિડોનું આજે પણ રહસ્ય છે. આ પિરામિડનું નિર્માણ કેવી રીતે થયું તે એક સવાલ છે. આ માટે અવારનવાર થિયરી સામે આવતી રહે છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, તેમણે પિરામિડના નિર્માણથી સંબંધિત રહસ્ય વિશે જાણકારી હાંસલ કરી લીધી છે. ગીઝાના ગ્રેટ પિરામિડને 23 લાખ ચુના પત્થરો અને ગ્રેનાઇટ બ્લોકથી બનાવવામાં આવ્યા છે. જેમાંથી દરેકનો વજન અંદાજે બે ટન છે.

સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ક્રેન જેવી આધુનિક ટેક્નોલોજી વિના તેને અહીં કેવી રીતે ઉપાડવામાં આવ્યો હતા. આ રહસ્ય સદીઓથી અકબંધ રહ્યું છે, જેણે ઈતિહાસકારોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
કેટલાક લોકો માને છે કે, એલિયન્સે આ કામ કર્યું છે. પુરાતત્વવિદોની આંતરરાષ્ટ્રીય ટીમનું કહેવું છે કે, તેઓએ રહસ્ય ઉકેલી લીધું છે. તેમનું માનવું છે કે, નાઇલની ઉપનદીનો ઉપયોગ વિશાળ ખડકોને ગીઝા સુધી પહોંચાડવા માટે થતો હતો.
પુરાતત્વવિદોની ટીમે ગીઝાના પૂરના મેદાનમાંથી પાંચ અશ્મિભૂત માટીના નમૂનાઓ એકત્ર કર્યા હતા, જે તેમણે ફ્રાન્સની પ્રયોગશાળામાં મોકલ્યા હતા. જ્યાં તેઓએ પરાગ અને વનસ્પતિના અવશેષો શોધી કાઢ્યા છે. તે સામાન્ય રીતે નાઇલ નદીના કિનારે જોવા મળે છે.
પથ્થર કેવી રીતે પહોંચ્યો? - ટીમ માટે સેમ્પલ એકઠા કરવા અત્યંત મુશ્કેલ હતા. વૈજ્ઞાનિકોએ આ માટે નવ મીટર સુધી ખોદકામ કર્યું, પરંતુ સખત મહેનત રંગ લાવી હતી. તેમને નદીની એક શાખા ખુફુ મળી છે. આ દ્વારા પ્રાચીન બિલ્ડર્સ વિશાળ સ્લેબ લાવ્યા હતા.
એક મીડિયા રિપોર્ટ અનુસાર પર્યાવરણીય ભૂગોળશાસ્ત્રી હૈદર શીશા કહે છે કે, અમને આ શોધમાં રસ પડ્યો છે. તેઓ કહે છે કે, આ દર્શાવે છે કે, પિરામિડ બનાવવા માટે વપરાતી સામગ્રી પાણી ઉપર વહન કરવામાં આવી હતી.
તેમણે ધ્યાન દોર્યું કે, જો નદી ન હોત તો આવા બાંધકામોનું નિર્માણ અશક્ય હતું. ખુફુ શાખા લગભગ 600 બીસીઇ, 2000 વર્ષ પછી સુકાઈ ગઈ હતી.
તેમણે જણાવ્યું હતું કે, આ શોધ સંશોધકોને પ્રાચીન ઇજિપ્તવાસીઓના વધુ રહસ્યો ખોલવામાં મદદ કરી શકે છે. ગીઝાના પિરામિડ 2550 અને 2490 બીસીની વચ્ચે બાંધવામાં આવ્યા હતા. તે ઇજિપ્તના રાજાઓના દફન ખંડ તરીકે બાંધવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
