Trending News : માતા એ હોમવર્ક કરવાનું કહ્યું તો પોલીસ સ્ટેશન પહોંચી ગયું બાળક
Trending News : બાળકો સાફ દિલના હોય છે, તેઓ નાની-નાની વાતો પર પ્રતિક્રિયા આપી દે છે. તેમને કોઇ થોડું વઢી દે, તો તેમને લાગી આવે છે. તેઓ નાની વાતમાં રડી પડે છે, તો ક્યારેક રાડારાડ કરી મૂકે છે.
ક્યારેક બાળક એવી હરકત કરી દે છે, જેના કારણે માતાપિતાને ગુસ્સો પણ આવે છે, અને તેમની માસુમિયત પર પ્રેમ પણ આપે છે. આવી જ એક ઘટનામાં બાળક તેની માતાની ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.

માતાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો બાળક - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ચીનના ચોંગકિંગની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અહીંના હ્યુઇક્સિંગ પોલીસ સ્ટેશનમાં એક બાળક આવ્યો અને બે પોલીસકર્મીઓ પાસે ગયો અને પોતાની સમસ્યા જણાવવા લાગ્યો. તેણે પોલીસકર્મીઓને કહ્યું કે, તે હવે તેના ઘરમાં રહેવા માંગતો નથી.
તેને ભલે અનાથાશ્રમમાં રહે પરંતુ હવે તે ક્યારેય તેના ઘરે પાછો નહીં જાય. બાળક સાથે વાત કરતી વખતે પોલીસે તેના માતા-પિતાનો નંબર લીધો અને તેના માતા-પિતાને ફોન કર્યો હતો. જ્યારે પોલીસકર્મીએ ફોન પર તેની માતા સાથે વાત કરી તો છોકરાની માતાએ જણાવ્યું હતું કે, આજે બાળક સાથે હોમવર્ક ન કરવાને લઈને ઝઘડો થયો હતો, પરંતુ તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેનું બાળક આ કારણે ઘર છોડી જશે.
બાળકની ફરિયાદ સાંભળીને લોકો દંગ રહી ગયા - જ્યારે છોકરાએ જણાવ્યું હતું કે, તેની માતા તેને હોમવર્ક ન કરવા માટે રોજ ઠપકો આપે છે. તેમજ તે દરરોજ ભણવા માટે બોલે છે, તેથી હવે હું ઘરે રહી શકતો નથી. મારે અનાથાશ્રમમાં જવું છે.
પોલીસે કોઈક રીતે બાળકને સમજાવીને તેના પિતા સાથે ઘરે મોકલી દીધો. આ મામલે લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. લોકોએ જણાવ્યું હતું કે, અસલી સમસ્યા માતા-પિતાની નથી પણ આજની પેઢીમાં છે. આ સાથે જ લોકો પોલીસને સમજાવવાની આ રીતની પણ પ્રશંસા કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
