Trending News : માછલીઓ પાળવાનો શોખ પડ્યો મોંઘો, હવે આપવું પડી રહ્યું છે Pet Rent

Trending News : અમેરિકાની એક મહિલાને તેના મકાન માલિકને માછલી રાખવા બદલ વધારાનું Pet Rent ચુકવવું પડી રહ્યું છે. આ અંગે તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જે બાદ આ સમાચાર ઘણા વાયરલ થઇ રહ્યા છે.

Trending News : સામાન્ય રીતે ઘણા લોકો એકલતા દુર કરવા કે શોખ માટે પાલતુ જાનવર પાળે છે. જેમાં કુતરો, બિલાડી અને માછલી સામાન્ય છે. જો ભાડાના મકાનમાં રહેતા હોવ તો આ બાબતોના લીધે ઘણીવાર ઝગડા પણ થાય છે.

જો તમારા મકાન માલિક તમને એવું કહે કે, તમારે પાલતુ જાનવર રાખવા માટે અલગથી ભાડું ચુકવવું પડશે, તો તમારો પ્રતિભાવ કેવો હશે. આવો જ એક કિસ્સો અમેરિકામાંથી સામે આવ્યો છે. જ્યાં મકાનમાલિકે ભાડુઆત દ્વારા માછલી પાળવા માટે વધારાનું ભાડું ચૂકવવા માટે જણાવ્યું હતું.

Pet Rent ના નામે દર મહિને વસૂલે છે આટલા પૈસા

Pet Rent ના નામે દર મહિને વસૂલે છે આટલા પૈસા

સાંભળવામાં તમને આ રમુજી લાગતું હશે, પણ આ સાચું છે. મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. મહિલાનો દાવો છે કે, તેણે પોતાના ઘરમાં એક ગોલ્ડન ફીશ પાળી છે, તેને ઘરમાં રાખવા માટે મકાનમાલિકને તેને 12,000 રૂપિયા ચૂકવ્યા હતા અને દર મહિને 930 રૂપિયા 'Pet Rent' તરીકે પણ લે છે.

સ્ટેન્ડ-અપ કોમેડિયન છે આ મહિલા

સ્ટેન્ડ-અપ કોમેડિયન છે આ મહિલા

આ મહિલા સ્ટેન્ડ-અપ કોમેડિયન નિક છે, જેણે ખુલાસો કર્યો હતો કે, તેના મકાનમાલિક ગોલ્ડન ફીશ રાખવા માટે 930 રૂપિયા પાલતુભાડા તરીકે વસૂલે છે.

UAEના શ્રેષ્ઠ વ્લોગરનો વીડિયો વાયરલ થયો છે, જ્યારે તેણે TikTok પર તેના વિશેનો એક વીડિયો પોસ્ટ કર્યોહતો. Pet Rent ના નામે વધારાના ચાર્જ પર તેની નિરાશા વ્યક્ત કરતા, નિકે તેના માસિક ભાડાની વિગતોનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો.

Pet Rent વિશે સાંભળીને લોકોમાં આશ્ચર્ય

Pet Rent વિશે સાંભળીને લોકોમાં આશ્ચર્ય

એક મહિલાના વાયરલ વીડિયોમાં તેણે એક સ્ક્રીન શોટ શેર કર્યો, જ્યારે તેમણે દાવો કર્યો કે, તેના મકાનમાલિકે તેને ગોલ્ડ ફીશ રાખવા માટે દર મહિને વધારાના રૂપિયા 930 વસૂલ્યા છે. જેને જોઈને લોકોને આશ્ચર્ય થાય છે. Tiktok પર આ વીડિયો પોસ્ટ કર્યા બાદ તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

લોકો બ્લોગરની પોસ્ટ પર કરી રહ્યા છે કોમેન્ટ

લોકો બ્લોગરની પોસ્ટ પર કરી રહ્યા છે કોમેન્ટ

નિકે TikTok પર લખ્યું હતું કે, તેઓ હવે માછલી માટે Pet Rent વસૂલ કરી રહ્યા છે?" ભાડાની ફીમાં 15 ડોલર પર Pet Rent ની ટોચ પર 200 ડોલરની એક વખતની ચુકવણીનો સમાવેશ થાય છે. જ્યારે આ માછલી આક્રમક હોતી નથી. આ પોસ્ટ જોઈને બ્લોગરના ચાહકો મકાનમાલિકને ઠપકો આપી રહ્યા છે.

માછલી માટે કોઇ પ્રકારની પરમિટની જરૂર નથી

માછલી માટે કોઇ પ્રકારની પરમિટની જરૂર નથી

એક યુઝરે લખ્યું, "મને નથી લાગતું કે, તમને માછલી માટે કોઇ પ્રકારની પરમિટની જરૂર છે. અન્ય એક યુઝરે લખ્યું, જ્યારે હું મકાનમાં રહેવા ગયો, ત્યારે મારી પાસે માછલી હતી, જેની જાણ મકાનમાલિકને કરવી જરૂરી ન લાગી. કારણ કે, તે મહત્વની વાત નથી. જે બાદ મારે પણ 150 ડોલર ચૂકવવા પડ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X