For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 વર્ષ બાદ છોકરીએ તેની માતાની ડિલિવરી કરાવનાર ડૉક્ટર સામે કર્યો કેસ

એક 20 વર્ષની વિકલાંગ છોકરીએ તેની માતાની ડિલિવરી કરનારા ડૉક્ટર પર દાવો માંડ્યો છે કે, તેઓએ તેનો જન્મ જ નહોતો થવા દેવો જોઇતો. યુવતીનું કહેવું છે કે, જો ડોક્ટર ઇચ્છતા તો તેને આ દુનિયામાં આવતા રોકી શક્યા હોત.

|
Google Oneindia Gujarati News

લંડન : જરા કલ્પના કરો, તમે એક ડૉક્ટર છો અને તમે એક મહિલાની ડિલિવરી કરો છો. આવી સ્થિતિમાં જો તે મહિલાને જન્મેલું બાળક 20 વર્ષ બાદ તમારા પર કેસ કરે તો કેવું લાગશે? જો કે આવું થવાની શક્યતા ઘણી ઓછી છે, પરંતુ આવો જ એક ચોંકાવનારો કિસ્સો બ્રિટનમાંથી સામે આવ્યો છે.

અહીં એક 20 વર્ષની વિકલાંગ છોકરીએ તેની માતાની ડિલિવરી કરનારા ડૉક્ટર પર દાવો માંડ્યો છે કે, તેઓએ તેનો જન્મ જ નહોતો થવા દેવો જોઇતો. યુવતીનું કહેવું છે કે, જો ડોક્ટર ઇચ્છતા તો તેને આ દુનિયામાં આવતા રોકી શક્યા હોત.

ડિલિવરી કરનાર ડૉક્ટર પર કર્યો દાવો

ડિલિવરી કરનાર ડૉક્ટર પર કર્યો દાવો

આ કેસ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, યુવતીએ આવું કેમ કર્યું અને આમાં તે ડોક્ટરનો શું વાંક છે.

વાસ્તવમાંવર્ષ 2001માં બ્રિટિશ છોકરી એવી ટુમ્બ્સનો જન્મ લિપોમાયલોમેનિંગોસેલે (LMM) સાથે થયો હતો.

આ એક પ્રકારની વિકલાંગતા છે, જેને સ્પાઇના બિફિડા તરીકે પણઓળખવામાં આવે છે.

હવે એવી ટુમ્બ્સ 20 વર્ષની છે અને તેણે ભૂતપૂર્વ ડૉક્ટર પર ભારે નુકસાન માટે દાવો કર્યો છે.

દવાના સંદર્ભમાં નહોતી આપી યોગ્ય સલાહ

દવાના સંદર્ભમાં નહોતી આપી યોગ્ય સલાહ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2001માં જ્યારે એવી ટુમ્બ્સ તેની માતાના ગર્ભમાં હતી, ત્યારે ડૉ. ફિલિપ મિશેલ તેનું ચેકઅપ કરાવી રહ્યા હતા. મિશેલ એવીને આદુનિયામાં લાવી હતી.

હવે એવીએ મિશેલ પર કેસ કર્યો છે. કારણ કે, તે તેની માતાને દવા અંગે યોગ્ય સલાહ આપી શક્યા ન હતા. એવિનો દાવો છે કે, ડૉક્ટરે યોગ્યસલાહ ન આપવાને કારણે તે જન્મથી વિકલાંગ બની હતી.

સ્પાઇના બિફિડા શું છે?

સ્પાઇના બિફિડા શું છે?

સ્પાઇના બિફિડા એ એક દુર્લભ બિમારી છે, જેમાં બાળકની કરોડ અને કરોડરજ્જુનો ગર્ભમાં વિકાસ થતો નથી, જે કાયમી અપંગતા તરફ દોરી જાય છે.

એવી ટૂમ્બ્સઅનુસાર જો ડો. મિશેલે તેની માતાને ગર્ભાવસ્થા દરમિયાન ફોલિક એસિડ સપ્લીમેન્ટ્સ લેવાની સલાહ આપી હોત તો તે આજે સામાન્ય લોકો જેવી હોત.

તેની સ્થિતિનુંકારણ ડૉક્ટર છે. યુકેના લિંકનશાયરમાં રહેતી અવીએ હવે ડૉ. ફિલિપ પાસેથી નુકસાની પેટે લાખો પાઉન્ડની માંગણી કરી છે.

એવીની માતાએ શું કહ્યું?

એવીની માતાએ શું કહ્યું?

એવીની માતા કેરોલિન હવે 50 વર્ષની છે, તેણીએ 30 વર્ષની ઉંમરે ડૉક્ટર મિશેલ પાસે ડિલિવરી કરવી હતી. તે દરમિયાન ડૉ. મિશેલે એવિની માતાને ફોલિક એસિડલેવાની સલાહ આપી હતી, પરંતુ સ્પાઇના બિફિડાના નિવારણમાં તેનું મહત્વ સમજાવ્યું ન હતું.

કેરોલીને કહ્યું કે, ડોક્ટરે તેને કહ્યું કે, જો તે સારો આહાર લેતી હોય તોતેણે ફોલિક એસિડ ન લેવું પડે. જો કે, ડૉક્ટર મિશેલે આ મામલે કોઈ જવાબદારી લેવાનો ઈન્કાર કર્યો છે.

ડૉક્ટરની સલાહથી ગર્ભવતી થઈ

ડૉક્ટરની સલાહથી ગર્ભવતી થઈ

તેણે દાવો કર્યો હતો કે, તેણે એવીની માતા કેરોલિન ટોમ્બ્સને તેની ગર્ભાવસ્થા દરમિયાન "સાચી સલાહ" આપી હતી.

એવી ટોમ્બ્સના વકીલ કહે છે કે, જો કેરોલીનેગર્ભવતી થવાનો નિર્ણય મુલતવી રાખ્યો હોત, તો તેણીને એક સામાન્ય, સ્વસ્થ બાળક હોત, પરંતુ ડૉક્ટરની સલાહ બાદ તેણીએ ગર્ભ ધારણ કર્યો હતો.

આ કારણેએવિનોવિકાસ પણ મુશ્કેલીઓથી ભરેલો હતો, કારણ કે, તેણીની ઉંમર વધતી જતી તેણે વ્હીલચેરનો વધુને વધુ ઉપયોગ કરવો પડશે.

ડૉક્ટરના વકીલે આ દલીલ કરી હતી

ડૉક્ટરના વકીલે આ દલીલ કરી હતી

જો કે, મિશેલના વકીલે આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, એવીના માતા-પિતાને ફોલિક એસિડ સપ્લિમેન્ટ્સ ન લેવા વિશે 'વ્યાજબી સલાહ' આપવામાં આવીહતી.

ઉલ્લેખનીય છે કે, એવી હવે એક સફળ શો જમ્પર છે અને તેને 'ઇન્સિપ્રેશન યંગ પર્સન એવોર્ડ'થી પણ સન્માનિત કરવામાં આવી છે. તે નોટિંગહામ યુનિવર્સિટીમાંકામ કરે છે અને બાળકોને અદ્રશ્ય રોગો વિશે શિક્ષિત કરે છે. એવીની પોતાની વેબસાઇટ પણ છે.

English summary
Twenty years later, the girl filed a lawsuit against the doctor who delivered her mother.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X