ડ્રાય ડેટિંગ ટ્રેન્ડને સમજો, જાણો કેમ પોપ્યુલર થઈ રહ્યો છે?

બદલાતા સમય સાથે સાથે લોકોની લાઈફ સ્ટાઈલ પણ બદલાઈ રહી છે. આનું એક ઉદાહરણ છે ડ્રાય ડેટિંગ છે. ડ્રાય ડેટિંગ ટ્રેન્ડ આ દિવસોમાં પોપ્યુલર થઈ રહ્યો છે ત્યારે એ જાણવુ જરૂરી છે કે આખરે આ છે શું?

ઈન્ટરનેટન જમાનામાં યુવાઓ ડેટિંગ એપ્સથી એકબીજાને મળે છે અને પબ અથવા બીયર બારમાં મુલાકાત કરે છે. અહીં શરાબ સાથે ડેટિંગ શરૂ કરે છે. જો તે બીજી તરફ ડ્રાય ડેટિંગ ટ્રેન્ડમાં લોકો નશો કર્યા વગર સામેની વ્યક્તિને જાણવાનો પ્રયાસ કરે છે.

dating trend

દારૂ પીધા વગર તમે સામેની વ્યક્તિને સારી રીતે સમજી શકો છો. આ જ કારણ છે કે આ દિવસોમાં ડ્રાય ડેટિંગ ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે.

ડેટિંગ એપ બમ્બલ અનુસાર, 2023 ના જાન્યુઆરી મહિનાથી ડ્રાય ડેટિંગ ટ્રેન્ડ લોકપ્રિય બની રહ્યો છે. આ ટ્રેન્ડ 2022માં લોકપ્રિય ડેટિંગ ટ્રેન્ડમાંથી એક હતો. લોકો સમજીને આલ્કોહોલ ફ્રી સોબર ડેટિંગ પસંદ કરી રહ્યા છે. તે નશામાં પડ્યા વિના જીવનસાથીની પસંદગી કરી શકે.

કોરોના મહામારી બાદ લોકો સ્વાસ્થ્ય વિશે ખૂબ જ જાગૃત બન્યા છે અને ડેટિંગ ટ્રેન્ડમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે. હવે કપલ આલ્કોહોલ મુક્ત ડેટિંગ પસંદ કરે છે. બમ્બલના રિલેશનશીપ નિષ્ણાત શાહઝીન શિવદાસાનીએ આને લઈને કેટલીક ટિપ્સ આપી છે.

તમારી પ્રથમ મીટિંગને ડ્રાય ડેટ બનાવવાનું વિચારો. તમે લાંબા વોક પર જઈ શકો છો અથવા કોઈ શાંત એક્ટિીવિટી વિશે કરી શકો છો. આ સિવાય કોફી ડેટ ડ્રાય ડેટનો સારો વિકલ્પ હોઈ શકે છે.

તમે ગેમ ડેટ પર પણ જઈ શકો છો. આમાં પાર્કમાં દોડવું, યોગ અથવા કોણ ઝડપથી સાયકલ ચલાવી શકે તેવી હેલ્દી સ્પર્ધા કરીને એકબીજાની નજીક આવી શકો છો. આ સિવાય તમે ફૂડ ફેસ્ટમાં જઈને સ્ટ્રીટ ફુડનો આનંદ લઈ શકો છો.

મ્યુઝિયમ અથવા પેઇન્ટિંગ એક્ઝિબિશનમાંની મુલાકાત પણ લઈ શકો છો. કલા અને સંસ્કૃતિ વિશેની માહિતી સાથે તમને એકબીજા વિશે ઘણું જાણવા મળશે. આની મદદથી તમે તમારા સોશિયલ મીડિયા માટે નવા ફોટો પણ લઈ શકો છો.

તમારા શહેરમાં ઇવેન્ટ, મ્યુઝિકલ શો અને લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપો. તમે તમારા મનપસંદ કલાકારો અથવા લેખકો સાથે જોડાઈ શકો છો અને તમારી ડેટને સર્જનાત્મક બનાવી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X