Valentine's Day Tips : આ ઈશારા દર્શાવે છે કે છોકરીને તમારા પર ક્રશ છે, પ્રપોઝ કરતા પહેલા ખાસ ધ્યાન આપો
જો કોઈ છોકરીને તમારા પર ક્રશ છે તો તેને તમારી આસપાસ રહેવાનું ગમે છે. છોકરી તેના ક્રશ આસપાસ રહેવા માટે બહાના શોધતી રહે છે.
વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ ગઈ છે અને યુવા પોતાના ક્રશને પ્રપોઝ કરવા માટે મોકા શોધતા હોય છે. કોઈ પણ છોકરીને પ્રપોઝ કરતા પહેલા છોકરાઓએ કેટલાક સંકેતોને સમજવા જરૂરી છે. જો છોકરીને તમારા પર ક્રશ હોય તો તે કેટલાક સંકેતો આપતી હોય છે. છોકરા આ સંકેતોને સમજે તો કામ આશાન થઈ જાય છે.

તમારૂ ધ્યાન ખેંચવાના પ્રયાસ કરશે
જો કોઈ છોકરીને તમારા પર ક્રશ છે તો તે તમારું ધ્યાન ખેંચવાના પ્રયાસ કરશે. તમે કોઈ કામમાં વ્યસ્ત હોવ ત્યારે તે કંઈક એવું કરશે જેથી તમારું ધ્યાન તેના તરફ જાય. આ સંકેત પરથી તમે સમજી શકો છો કે તેને તમારા માટે ખાસ લાગણી છે.

તમારી આસપાસ રહેવાના બહાના શોધશે
જો કોઈ છોકરીને તમારા પર ક્રશ છે તો તેને તમારી આસપાસ રહેવાનું ગમે છે. છોકરી તેના ક્રશ આસપાસ રહેવા માટે બહાના શોધતી રહે છે. તે તમારી સાથે વાત કરવા અને મળવાના મોકા શોધશે. આ તમામ સંકેતો દર્શાવે છે કે છોકરીને તમારા પર ક્રશ છે.

તમારા પર તેનું પુરૂ ધ્યાન હશે
ઘણી વખત તમે ગ્રુપમાં હોવ અથવા મિત્રો સાથે બહાર ગયા હોવ ત્યારે જો તેને તમારા પર ક્રશ હશે તો તેનું ધ્યાન તમારા પર જ હશે. તે તમને ધ્યાનથી સાંભળશે. અન્ય લોકોની વાતને અવગણશે અથવા વધુ મહત્વ નહીં આપે. તેનું સંપૂર્ણ ધ્યાન તમારા પર રહેશે.

તમારૂ ધ્યાન રાખશે
જો કોઈ છોકરીને તમારા પર ક્રશ છે તો તે અન્ય લોકો કરતા તમારી વધુ કેર કરશે. આનાથી તે એ દર્શાવવાનો પ્રયાસ કરે છે કે તેને લાગણી છે. જો કોઈ છોકરી તમારું વધારે ધ્યાન રાખે છે અથવા તમારી વાત વધારે સાંભળે છે કે તમને પૈમ્પર કરે છે, તમારા ખાવા-પીવાનું ધ્યાન રાખે છે તો તમે સમજી શકો છો કે તે તમારા પર ક્રશ છે.

તમારી સાથે વાત કરતા શરમાય
જો છોકરીને તમારા પર ક્રશ હશે તો તે તમારી સાથે વાત કરતા શરમાશે. અન્ય વ્યક્તિ સાથે વાત કરતી વખતે શરમાશે નહીં. કોઈ છોકરી તમારી સાથે વાત કરતા શરમાય છે અથવા વારંવાર પોતાની લટોને ઠીક કરે છે અથવા આંખો નીચે રાખીને વાત કરે છે તો તમે સમજી શકો છો કે તેને તમારા પર ક્રશ છે.












Click it and Unblock the Notifications
