Video : બહેનના લગ્નમાં નાચતા નાચતા જ યુવતીનુ મોત થઈ ગયુ, સામે આવ્યો ખૌફનાક વીડિયો
આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્ન દરમિયાન ઘણી વખત અકસ્માતો સર્જાતા રહે છે. આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નમાં ડાન્સની ધુમ વચ્ચે અચાનક ખુશીઓ માતમમાં ફેરવાઈ જાય છે.

અહેવાલો અનુસાર, અહીં એક છોકરીને તેની બહેનના લગ્નમાં હાર્ટ એટેક આવ્યો જ્યારે તે તેની બહેનના હલ્દી ફંક્શનમાં ડાન્સ કરી રહી હતી. આ એટેક બાદ યુવતીનું મોત થઈ ગયુ.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો મેરઠનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી તેની બહેનના હલ્દી ફંક્શનમાં ડાન્સ કરી રહી છે ત્યારે છોકરીને અચાનક ચક્કર આવવા લાગે છે અને તે જમીન પર પડી જાય છે.
આ પછી તેણીને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે જ્યાં તેનું મૃત્યુ થઈ જાય છે. મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું છે. આ પહેલા પણ લગ્ન પ્રસંગે આવી જ રીતે ઘણા લોકોના મોત થયા છે અને તેમના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. હાલમાં જ એક 40 વર્ષીય વ્યક્તિનું તેના ભત્રીજાના લગ્નમાં ડાન્સ કરતી વખતે મોત થયું હતું.
UP : मेरठ में बहन के हल्दी प्रोग्राम में डांस कर रही रिमशा नामक युवती की मौत हुई। डॉक्टर इसे हार्ट अटैक बता रहे हैं। pic.twitter.com/FXa2cIzEh4
— Sachin Gupta (@SachinGuptaUP) April 28, 2024
એક્સ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 52 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ અંગે યુઝર્સ કમેન્ટ પણ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
