Video : વાયરલ થઈ કરાચીમાં વડાપાઉ વેચનારી હિન્દુ કવિતા દીદી, જુઓ વીડિયો
આમ તો ભારત-પાકિસ્તાન વચ્ચે વર્ષોનો ઝઘડો છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનમાં એક હિન્દુ મહિલા ભારતીય વડાપાઉ વેચીને ફેમસ થઈ રહી છે.
પાડોશી દેશ પાકિસ્તાનના એક હિન્દુ પરિવારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે કરાચીમાં લોકોને ભારતીય ભોજનનો સ્વાદ ચખાડે છે. હિન્દુ પરિવાર પોતાનો ફૂડ સ્ટોલ ચલાવી રહ્યો છે, જેને ઘણો પ્રેમ મળી રહ્યો છે.

કવિતા દીદી કા ઇન્ડિયન ખાના એ ફૂડ સ્ટોલનું નામ છે જે કવિતા અને તેના પરિવારના સભ્યો કરાચીમાં ચલાવી રહ્યા છે. તમને આ ખાણીપીણીની દુકાન કેન્ટોન્મેન્ટ રેલ્વે સ્ટેશનની નજીક મળશે, જ્યાં કવિતા દીદી લોકોને ભારતના પ્રખ્યાત પાઉ-ભાજી અને વડાપાઉનો સ્વાદ ચખાડે છે.
કરાચીમાં આ હિન્દુ પરિવારના ફૂડ સ્ટોલનો વીડિયો એક પાકિસ્તાની બ્લોગરે શેર કર્યો છે, જેણે ઈન્સ્ટા પર વીડિયો અપલોડ કરતી વખતે લખ્યું છે કે, કવિતા દીદીનું ભારતીય ભોજન. વડાપાઉ અને પાઉ ભાજી વેચતો હિન્દુ પરિવાર
વીડિયોમાં ફૂડ બ્લોગર કરામત ખાન કવિતા દીદીના ફૂડના વખાણ કરતા જોવા મળી રહ્યા છે, જ્યારે આ સ્ટોલ પર જમવા આવેલા લોકો પણ મોજ કરતા જોવા મળ્યા. કરાચીમાં કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન પાસે આ પરિવાર આ સ્ટોલ ચલાવી રહ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો આવે છે.
વીડિયોમાં કરામત ખાને કવિતા દીદીના સ્ટોલનો અનુભવ શેર કર્યો, તેણે જણાવ્યું કે વેજ અને નોન-વેજ બંને ફૂડ સર્વ કરવામાં આવે છે. કરાચીમાં કવિતા દીદીનો સ્ટોલ ઘણો લોકપ્રિય છે. પાઉભાજી, વડા પાઉ અને દાલ સમોસા અહીં સૌથી વધુ ખાવામાં આવે છે.
વીડિયોમાં પહેલીવાર વડાપાઉ ખાવા આવેલા કરામત ખાને કવિતા દીદી સાથે પણ વાત કરી, તેમણે કહ્યું કે, વડા પાઉ મુંબઈમાં ખૂબ જ ફેમસ છે. હવે કરાચીના લોકો પણ તેને ખૂબ પસંદ કરે છે. કરમત ખાને પણ વડાપાઉ ખાધો અને તેની ખૂબ પ્રશંસા કરી.
કરામાતે કહ્યું કે, કરાચીમાં ફૂડ પ્રેમીઓ હિંદુ પારિવારિક ભોજનનો આનંદ માણે છે. હવે કવિતા દીદી પણ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ છે. કોમેન્ટ સેક્શનમાં પણ ભારતીય લોકો આ પરિવારને સપોર્ટ કરતા જોવા મળે છે.












Click it and Unblock the Notifications
