Video : ખૂબસૂરત યુવતીને જોતા જ રોબોટને ફિલિંગ આવી, જુઓ વીડિયો
દુનિયા ઝડપથી રોબોટ તરફ આગળ વધી રહી છે. હવે મોટાભાગના કામ રોબોટ કરતા થયા છે. જો કે રોબોટને ફિલિંગ નથી હોતી.
હવે વિવિધ દેશોમાં રોબોટને લઈને અવનવા પ્રયોગો થઈ રહ્યા છે. આ સંદર્ભે તાજેતરમાં સાઉદી અરેબિયાનો પ્રથમ મેલ રોબોટ સમાચારમાં છે. આ રોબોટે કંઈક એવું કર્યું જેની લોકોને અપેક્ષા નહોતી.

જો કોઈ રોબોટ માણસની જેમ વર્તે તો નવાઈની વાત નથી કારણ કે ક્રાંતિકારી દુનિયામાં કંઈ પણ શક્ય છે. પરંતુ વિચારો કે જો કોઈ રોબોટ કોઈ મહિલા સાથે ગેરવર્તન કરે તો તે કેટલું વિચિત્ર હોય? તાજેતરમાં જ્યારે એક મહિલા રિપોર્ટર એક રોબોટ પાસે ઉભી હતી ત્યારે રોબોટે તેણી સાથે કંઈક આવુ જ કર્યુ.
મોહમ્મદ નામના આ રોબોટે નજીકમાં ઉભેલા રિપોર્ટરને પાછળથી ટચ કર્યુ. આ પછી મહિલા સ્તબ્ધ રહી ગઈ. તેણે એક વાર પણ વિચાર્યું નહીં હોય કે આ રોબોટ આવું કંઈક કરશે.
આ વીડિયોએ ચર્ચા જગાવી છે. ઘણા લોકો આના પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો માને છે કે કદાચ રોબોટને આ રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, તેથી જ તેણે આ કર્યું.
આ ક્લિપને એક લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને લોકો તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ સ્વીકાર્યું કે તેઓ સમજી શક્યા નથી કે આ ક્લિપ અને આવી ઘટના પર કેવી પ્રતિક્રિયા આપવી.
Saudi Arabia unveils its man shaped AI robot Mohammad, reacts to reporter in its first appearance pic.twitter.com/1ktlUlGBs1
— Megh Updates 🚨™ (@MeghUpdates) March 6, 2024
ઘણા લોકોએ કહ્યું કે આ ખૂબ જ ખોટું છે, પછી ભલે તે માનવ અથવા રોબોટ દ્વારા કરવામાં આવે. ઘણા લોકોએ રોબોટની ક્રિયાઓને ટેકો આપતા કહ્યું કે તેમાં કેટલીક તકનીકી ક્લિચ શામેલ હોઈ શકે છે.












Click it and Unblock the Notifications
