વાયરલ થયો કપલનો ચોંકાવનારો વીડિયો, અઢી કરોડ લોકો જોઈ ચુક્યા
અમેરિકાના લુજિયાનાના એક કપલે સોશ્યિલ મીડિયા પર પોતાના કરતબોનો એવો વીડિયો પોસ્ટ કર્યો જેને જોઈને બધા જ હેરાન થઇ ગયા. બંને બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ ફિટનેસના દિવાના છે. બંનેના એક્રોબેટિક્સ એક્સર્સાઇઝનો આ વીડિયો તેમની તાકાતનો અનુભવ કરાવે છે.
એક્રોબેટિક્સથી લોકોને આકર્ષી રહ્યા છે કપલ
26 વર્ષના ઓસ્ટિન રાયે અને તેમની ગર્લફ્રેન્ડ જુલિયન લુજિયાનાના ન્યુ ઓલિયાનમાં રહે છે. ઈન્ટરનેટ પર તેમના વીડિયોએ હંગામો મચાવી દીધો. તેમના એક્રોબેટિક્સ વીડિયો લોકોને આકર્ષી રહ્યા છે. પોતાના આકર્ષક સ્ટેપથી તેઓ લોકોના દિલમાં જગ્યા બનાવી રહ્યા છે.

સોશ્યિલ મીડિયા પર 3 લાખ કરતા પણ વધારે શેર
આ વીડિયોને અત્યાર સુધી 2 કરોડ અને 80 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે. 50,000 કરતા પણ વધારે કમેન્ટ છે. આ વીડિયો સવા ત્રણ લાખ જેટલા લોકો શેર કરી ચુક્યા છે. તો તમે પણ જુઓ આ વીડિયો...












Click it and Unblock the Notifications
