ગર્લફ્રેન્ડ જોઇએ છે, મળશે 2.16 લાખ પગાર! જાહેરાતમાં કરી આ વિચિત્ર માંગણી
તમે લગ્નની જાહેરખબર તો જોઈ જ હશે, પરંતુ ગર્લફ્રેન્ડ બનાવવાની એડ પહેલીવાર સાંભળશો. આજકાલ આવી અજીબો ગરીબ એડ ચર્ચાનો વિષય બની રહી છે. છોકરાઓએ ગર્લફ્રેન્ડ માટે જાહેરાતો કરી છે અને આ માટે તેમને પગારની ઓફર પણ કરવામાં આવી છે.
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર : તમે લગ્નની જાહેરખબર તો જોઈ જ હશે, પરંતુ ગર્લફ્રેન્ડ બનાવવાની એડ પહેલીવાર સાંભળશો. આજકાલ આવી અજીબો ગરીબ એડ ચર્ચાનો વિષય બની રહી છે. છોકરાઓએ ગર્લફ્રેન્ડ માટે જાહેરાતો કરી છે અને આ માટે તેમને પગારની ઓફર પણ કરવામાં આવી છે.

થાઈલેન્ડની જાહેર ખબર
દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ થાઈલેન્ડમાં ગર્લફ્રેન્ડની વિચિત્ર માગ સાથેની એક જાહેરાત સામે આવી છે. આ દેશમાં બે છોકરાઓએ તેમનીગર્લફ્રેન્ડ માટે એડ પ્રકાશિત કરી છે. જેમાં યુવતીઓને આકર્ષક ઓફર કરવામાં આવી છે. આ મેળવવા માટે એક જ શરત છે અને તે છેગર્લફ્રેન્ડ બનવાની.

ગર્લફ્રેન્ડને મળશે 2.16 લાખ પગાર
મહિલા મિત્રની શોધમાં બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં છોકરાઓએ પોતાના માટે પગારની જોગવાઈ પણ કરી છે. થાઈલેન્ડના મીડિયારિપોર્ટ્સ અનુસાર, આ બંને છોકરાઓ મૂળ ચીનના છે, પરંતુ તેમને થાઈલેન્ડની ગર્લફ્રેન્ડ જોઈએ છે. રસપ્રદ વાત એ છે કે, આ જાહેરાત આછોકરાઓના એક મિત્ર દ્વારા બહાર પાડવામાં આવી છે.
તેણે જાહેરાતમાં કઇ શરતો પૂરી કરવી પડશે, તે પણ જણાવ્યું છે. બંને છોકરાઓતેમની ગર્લફ્રેન્ડને બે-બે લાખ રૂપિયા આપશે, જો જરૂર પડશે, તો તેની રકમ પણ વધારી શકાય છે.

'માત્ર થાઈ ગર્લફ્રેન્ડ જોઈએ છે'
ઉલ્લેખનીય છે કે, આ જાહેરાત બધી છોકરીઓ માટે નથી, જેઓ ગર્લફ્રેન્ડની શોધમાં છે. આ માત્ર થાઈ છોકરીઓ માટે છે. જાહેરાતમાંલખવામાં આવ્યું છે કે 'ફક્ત થાઈ ગર્લફ્રેન્ડ જોઈએ છે'. એટલે કે ગર્લફ્રેન્ડ બનવા માટે માત્ર થાઈલેન્ડ મૂળની છોકરીઓ જ અરજી કરી શકે છે.

આ છે શરતો
રિપોર્ટ્સ અનુસાર, યુવતીએ જાહેરાતમાં લખ્યું છે કે, બે ચીની મિત્રો ગર્લફ્રેન્ડની શોધમાં છે. આ માટે ગર્લફ્રેન્ડની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
ચાઈનીઝ ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. જો તે ગર્લફ્રેન્ડ બને છે, તો તેના માટે તેને 2.16 લાખ રૂપિયા પગાર મળશે. યુવતીએ લખ્યું કે, બંને મારા મિત્રો છે અને તેઓ સારા અને સ્વચ્છ લોકો છે. જો તમને બંનેને તમારું કામ ગમે છે, તો તમને વધુ પગાર મળી શકે છે.

જાહેરાતની પોસ્ટ વાયરલ
આ જાહેરાત પોસ્ટ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ ગઈ હતી. લોકો આ અંગે ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ એક રસપ્રદ જાહેરાત છે, પરંતુ લગ્ન અને સંબંધોની જાહેરાતો સમયાંતરે વાયરલ થતી રહે છે, પરંતુ આ એક એવી જાહેરાત છે, જે ગર્લફ્રેન્ડબનાવવા માટે આવી હતી અને તે પણ પગારની ઓફર સાથે.
-
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત





Click it and Unblock the Notifications
