Video: અચાનક તુટી પડ્યો પુલ, રેલિંગ પકડી લટકતા રહ્યા લોકો..

ચીનમાં અચાનક એક પુલ એક બાજુએથી તુટી પડતાં લોકો રેલિંગ પકડીને લટકતા રહ્યા હતા.

ચીન વૈજ્ઞાનિક ક્ષેત્રે ઘણો વિકસિત દેશ છે. પોતાની એડવાન્સ ઇજનેરીના દમે ચીને કાચના પુલ ઊભા કર્યા છે. જો કે, હાલ સોશિયલ મીડિયા પર ચીનના વૈજ્ઞાનિક વિકાસ પર સવાલ કરતો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, કઇ રીતે પુલ અચાનક એક બાજુથી તૂટી જાય છે. લોખંડનો આ પુલ એક બાજુથી તૂટીને બીજી બાજુથી લટકી પડે છે. આ સ્થિતિમાં પુલ પર હાજર લોકોએ રેલિંગ સાથે લટકી રહી પોતાનું જીવન બચાવ્યું હતું.

pull

વીડિયોમાં જોઇ શકાય છે કે, લોખંડના પુલ પરથી પસાર થઇ રહેલા લગભગ 20 લોકો તૂટેલા પુલની રોલિંગને પકડી રાખીને કઇ રીતે જીવનને વળગી રહે છે.આ ઘટના ચીનનાં નનચૈંગની હતી. જો કે, એક સારી વાત એ છે કે આ ઘટનામાં કોઇ ઘાયલ થયું નથી. પુલ પર હાજર તમામ લોકો રેલિંગનો આધાર લઇ પુલની બીજી બાજુએથી નીચે ઉતરી આવ્યા હતા.

આ ઘટના અંગે વાત કરતાં નનચૈંગ મેઇલિંગ પ્રવાસન વિકાસનાં વાઇસ પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે, કદાચ બધા ટૂરિસ્ટ પુલની એક બાજુ ઉભા રહી ગયા હશે. જેને કારણે એક બાજુ વજન વધતા પુલ એક તરફ નમી ગયો હતો. જ્યારે ઘણા મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ક્ષમતા કરતાં વધુ લોકો એક સાથે પુલ પર પહોંચી ગયા હતા, જેના પરિણામે આ ઘટના ઘટી. આ અજીબ ઘટનાનો મજેદાર વીડિયો જુઓ અહીં..

{promotion-urls}

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X