આ દેશમાં લાલ લિપસ્ટિક લગાવી તો થઈ શકે છે જેલ, જાણો ક્યાં છે આવો વિચિત્ર નિયમ?
ફેશનેબલ મહિલાઓ માટે મહિલાઓનું સૌથી મહત્વનું સાધન લિપસ્ટિક છે. મહિલાઓની ખૂબસૂરતી નિખારતી વિવિધ પ્રકાર અને કલરની લિપસ્ટિક માર્કેટમાં મળે છે. જો કે તમને જાણને નવાઈ લાગશે કે એક દેશ એવો છે જ્યાં મહિલાઓને લાલ લિપસ્ટિક લગાવવા પર પ્રતિબંધ છે. જો કે બીજા કલરની લિપસ્ટિક લગાવી શકાય છે.
ઉત્તર કોરિયામાં લાલ લિપસ્ટિક લગાવવા પર પ્રતિબંધ છે. ઉત્તર કોરિયા તેના અજીબોગરીબ પ્રતિબંધોને કારણે હેડલાઇન્સમાં રહે છે ત્યાકે અહીંના સરમુખત્યાર શાસક કિમ જોંગે ફેશનને લગતા ઘણા નિયમો બનાવ્યા છે, જેમાંથી લાલ લિપસ્ટિક પર પ્રતિબંધનો નિયમ પણ એક છે.

ઉત્તર કોરિયામાં લોકોને આ નિયમોનું પાલન કરવું પડે છે. જો આમ ન થાય તો તેમને દંડ ભરવો પડે છે. એટલું જ નહીં ઘણા કેસમાં આકરી સજા પણ થાય છે. માનવાધિકારના હનનનાં સમાચાર અહીં વારંવાર સાંભળવા મળે છે. ફેશન સાથે જોડાયેલા નિયમો પણ વિચિત્ર છે. ઉત્તર કોરિયામાં લાલ લિપસ્ટિક લગાવવા પર પ્રતિબંધ છે.
આમ કરવા પાછળ ખાસ કારણ છે. લાલ રંગને અહીં મૂડીવાદ અને વ્યક્તિવાદ સાથે જોડીને જોવામાં આવે છે. વ્યક્તિવાદ એટલે સમજવું કે મારાથી મોટું કોઈ નથી. ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન નથી ઈચ્છતા કે કોઈ વ્યક્તિ શાસકથી મોટો બને. એટલા માટે અહીં મહિલાઓ કોઈપણ રંગની લિપસ્ટિક લગાવી શકે છે પરંતુ લાલ રંગ નથી લગાવી શકતી.
અહીં નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. અહેવાલો અનુસાર, લાલ લિપસ્ટિક લગાવેલી કોઈપણ મહિલા માટે નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે છે અને કેટલીકવાર તેના સામાનની પણ તપાસ કરવામાં આવે છે. જો નિયમ તોડવામાં આવે તો તે મહિલાને દંડ ભરવો પડે છે.
ત્યાં માત્ર લિપસ્ટિક જ નહીં હેરસ્ટાઇલ અને હેર કલર અંગે પણ નિયમો છે. કિમ જોંગ ઉને 28 હેરસ્ટાઈલને મંજૂરી આપી છે. જેમાંથી 10 પુરુષો માટે અને 18 મહિલાઓ માટે છે. અહીં આ હેરસ્ટાઇલ સિવાય અન્ય કોઈ હેરકટ કરાવી શકતું નથી. લાલ લિપસ્ટિક સિવાય અહીં વાળ પર લાલ રંગ લગાવવા પર પણ પ્રતિબંધ છે.












Click it and Unblock the Notifications
