શું છે સેપરેશન મેરેજ ટ્રેન્ડ? જાણો કેમ વધી રહ્યુ છે ચલણ?

પરંપરાઓમાં લગ્નને પતિ-પત્નીના સમર્પણ સાથે જોડવામાં આવ્યા છે. સામાન્ય રીતે લગ્ન કરનારૂ કપલ એકબીજાનું થઈને રહે છે. એકબીજાના સુખ-દુખની ચિંતા કરે છે. પોતાના પાર્ટનર માટે પ્રેમ વરસાવે છે. જો કે જાપાનમાં એક અલગ પ્રકારના લગ્નનું ચલણ વધી રહ્યુ છે.

સેપરેશન મેરેજનું નામ સાંભળીને તમે વિચારતા જ હશો કે આવા લગ્નમાં લોકો લગ્ન કર્યા પછી અલગ થઈ જતા અથવા તો લગ્ન પહેલા જ અલગ થવાનો સમય નક્કી કરી લેતા હશે. જો કે હકિકતમાં આવુ કંઈ પણ નથી.

Separation Marriage Trend

સેપરેશન મેરેજનો અર્થ બિલકુલ એ નથી થતો કે તેમાં અલગ થવાનો સમય લગ્ન પહેલા નક્કી કરાય છે કે કપલ સાથે રહેતુ નથી. જાપાનમાં વધતા જતા આ સેપરેશન મેરેજ અથવા વીકએન્ડ મેરેજમાં એક જ ઘરમાં રહેતા હોવા કપલ રૂમ શેર કરતા નથી. કેટલાક કપલ લગ્ન પછી અલગ-અલગ એપાર્ટમેન્ટમાં પણ રહે છે.

અહીં સૌથી ચૌકાવનારી બાબતે એ છે કે, એક જ સોસાયટીમાં રહેતા કપલ રોજ મળતા પણ નથી. જો કે એવુ બિલકુલ નથી કે જે કપલ સેપરેશન મેરેજ કરે છે તે ઈમોશનલી એટેચ્ડ નથી હોતા, પરંતુ આ કપલ્સ પણ સામાન્ય પરિણીત પતિ-પત્નીની જેમ જ ઈમોશનલી એટેચ્ડ હોય છે.

સેપરેશન મેરેજ કરનારા કપલ અનુસાર, તેમને લગ્ન પછી પણ આઝાદીનો અહેસાસ થાય છે. આવા લગ્નમાં પતિ-પત્નીને સામાન્ય યુગલો કરતાં એકબીજા પર વધુ વિશ્વાસ હોય છે અને તે એકબીજા પર આંધળો વિશ્વાસ કરે છે.

આવા કપલનું માનવું છે કે મોટાભાગના કપલની લાઈફ સ્ટાઈલ એકબીજાથી અલગ હોય છે. સેપરેશન મેરેજમાં અલગ રહેવાથી એકબીજાની આદતોને અનુકૂળ થવાની જરૂર રહેતી નથી. આનાથી તેમનો સંબંધ વધુ મજબૂત બને છે. જાપાનમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અલગ રહેવાથી બન્ને પોતાની આદતો અનુસાર ઉંઘી શકે છે.

સેપરેશન મેરેજમાં પત્નીએ બાળકોનો ઉછેર એકલા કરવો પડે છે. લગ્ન પછી કપડા ધોવા, ભોજન રાંધવાથી માંડીને ઘરના તમામ કામ પતિએ જાતે જ કરવા પડે છે. પતિ હોવા છતાં ખર્ચ માટે મહિલાઓએ જાતે જ પૈસા કમાવવા પડે છે.

જાપાની સંસ્કૃતિમાં શરીર સાથે બાહ્ય સંપર્ક ઘટાડવાની પરંપરા ખૂબ જ સામાન્ય છે અને જાપાનમાં પતિ-પત્નીનું રાત્રે અલગ-અલગ સૂવું ખૂબ જ સામાન્ય છે. આવું ફરજિયાત પણ નથી. જો પતિ-પત્નીને સાથે સૂવું હોય તો તે સૂઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X