કેટલી હોય છે અવકાશમાં જતા રોકેટની સ્પીડ? જાણો કેવી રીતે કામ કરે છે?
ભારતનું ચંદ્રયાન 3 અવકાશ મિશન લોન્ચ થવાની આખરી તૈયારીઓ ચાલી રહી છે. ભારત તેના આ ચંદ્રયાન 3 મિશનને LVM-3 રોકેટથી લોંચ કરશે. અવકાશમાં કોઈપણ મિશનને લઈ જવા માટે રોકેટની જરૂર પડે છે. આજે આપણે આ રોકેટ વિશે વાત કરવાની છીએ. આ રોકેટ કેવી રીતે કામ કરે અને તેમા ફ્યૂલ તરીકે શું વપરાય તેની વિગતે માહિતી મેળવવાના છીએ.
વૈજ્ઞાનિકો ઉપગ્રહો અને અવકાશયાનને પ્રોપેલન્ટ રોકેટથી અવકાશમાં લોંચ કરે છે. પ્રોપેલન્ટ રોકેટ પૃથ્વીની સપાટીથી ઉપગ્રહ કે અવકાશયાનને દૂર લઈ જવા તાકાત આપે છે. રોકેટમાં વપરાતા બળતણને પ્રોપેલન્ટ કહેવાય છે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ વિરૂદ્ધ ભારે અવકાશયાનને અવકાશમાં લઈ જવા સૌથી વધુ પ્રોપેલન્ટની જરૂર પડે છે.

300 વર્ષો પહેલા આઇઝેક ન્યુટને ગતિના ત્રણ નિયમો આપ્યા અને આ નિયમોને આધારે જ અવકાશયાન કે ઉપગ્રહ લઈ જતા રોકેટ કામ કરે છે.ન્યુટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર, કોઈ ક્રિયા દરમિયાન તેને વિપરીત પ્રતિક્રિયા હોય છે. રોકેટ આ મુળ વિચારને આધારે જ કામ કરે છે.
કોઈપણ પ્રક્ષેપણ દરમિયાન રોકેટના તળિયેથી મોટો ધુમાડો જોવા મળશે. આ ગરમ વાયુઓ અને ધુમાડો જ છે જે રોકેટના બળતણ બળવાથી નીકળે છે. રોકેટ એન્જિનમાંથી નીકળતો ધુમાડો જમીન તરફ નીચે ધકેલાય છે અને તે રોકેટને જમીનથી વિરૂદ્ધ ઉપર આગળ વધવાનું શરૂ કરે છે.
આ પુરી પ્રકિયા તમે વિચારો એટલી આસાન નથી. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ સતત રોકેટને નીચે ખેંચે છે. રોકેટ બળતણ અથવા પ્રોપેલન્ટને બાળીને એક્ઝોસ્ટને બહાર ધકેલે છે અને તે થ્રસ્ટ તરીકે ઓળખાય છે અને તાકાત ઉત્પન્ન કરે છે. પ્રક્ષેપણ કરવા માટે રોકેટને પર્યાપ્ત પ્રોપેલન્ટની જરૂર હોય છે, જેથી રોકેટને ઉપર ધકેલતું બળ રોકેટને નીચે ખેંચતા ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધારે હોય.
એક રોકેટને ઓછામાં ઓછા 17,800 માઇલ એટલે કે 28,646 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની જરૂર હોય છે અને તે પૃથ્વીની આસપાસના ગોળાકાર માર્ગથી વાતાવરણ ઉપર ઉડવું જોઈએ. આ ખાતરી કરે છે કે તેને જમીન પર પાછું નહીં આવે.
એક ઉપગ્રહ લોન્ચ કરવા માંગો છો જે પૃથ્વીની પરિક્રમા કરે છે. રોકેટ લોન્ચ થશે અને જ્યારે તે પૃથ્વીથી ચોક્કસ અંતરે પહોંચશે ત્યારે તે ઉપગ્રહને છોડશે અને તેનાથી અલગ થઈ જશે. ઉપગ્રહ ભ્રમણકક્ષામાં રહે છે કારણ કે તેની પાસે હજુ પણ ગતિ છે. રોકેટમાંથી મળતી ઉર્જા તેને એક દિશામાં આગળ વધતી રાખે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તેને બીજી દિશામાં ખેંચે છે. ગુરુત્વાકર્ષણ અને ગતિ વચ્ચેનું આ સંતુલન ઉપગ્રહને પૃથ્વીની આસપાસ ફરવામાં મદદ કરે છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
