તમારા પ્રિય સમોસા વિદેશી છે, જાણો ક્યાંથી અને કેવી રીતે ભારત પહોંચ્યા?

સમોસા દરેક ભારતીયોની ગમતી વાનગી છે. સવારના નાસ્તાથી લઈને રાતના ભોજન સુધીમાં ભારતીયો શોખથી સમોસા ખાય છે. જો કે એ નહીં જાણતા હોય કે ભારતીયોના મનપસંદ સમોસાએ ભારતીય વાનગી નથી. તે વિદેશથી ભારત પહોંચી છે.

આજની સ્થિતીમાં ભારતના દરેક શહેર અને ઘરમાં સમોસા ખવાય છે અને કરોડો રૂપિયાનો વેપાર પણ થાય છે. એક આંકડા અનુસાર, ભારતમાં રોજ 7 થી 8 કરોડ સમોસા ખવાય છે. સામાન્ય રીતે એક સમોસાની કિંમત 10 રૂપિયા ગણીએ તો ભારતમાં અબજો રૂપિયાના સમોસા વેચાય અને ખવાય છે.

Samosa

હવે તો ભારતમાં બનતા સમોસાની લોકપ્રિયતા વિદેશ સુધી પહોંચી છે અને સમોસા ભારતમાંથી વિદેશમાં પણ એક્સપોર્ટ થવા લાગ્યા છે. મોટાભાગના લોકો આજે પણ સમોસાને ભારતની ટ્રેડિશનલ વાનગી માને છે પરંતુ એવુ નથી.

સમોસાનો ઇતિહાસ ઘણો જૂનો છે. ઘણા સમય પહેલા સમોસા ઈરાનથી ભારત પહોંચ્યા હતા. ફારસીમાં તેને સંબુશ્ક કહેવાતા અને ભારતમાં આવીને તેની તેનું નામ સમોસા થઈ ગયુ. ઘણી જગ્યાએ તેને સંબુસા અને સમુસા પણ કહેવામાં આવતા. બિહાર અને પશ્ચિમ બંગાળમાં તેને સિંઘાડા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેનો લુક સિંગોડા જેવો દેખાય છે.

ઇતિહાસમાં સમોસાનો પહેલો ઉલ્લેખ 11મી સદીમાં જોવા મળે છે. ઇતિહાસકાર અબુલ-ફાલ બેહાકીના એક લેખમાં સમોસાનો ઉલ્લેખ છે. તેણે ગઝનવીના દરબારમાં આવી નમકીન વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. આમાં ખીમો અને માવા ભરેલા હતા. જો કે સમોસાને ત્રિકોણ બનાવવાની શરૂઆત ક્યારે થઈ તે વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આવી જ એક વાનગી ઈરાનમાં જોવા મળતી હતી.

સમોસા અફઘાનિસ્તાનના રસ્તે વિદેશીઓ સાથે ભારત પહોંચ્યા. અહીં સુધી પહોંચવામાં તેના આકારથી માંડીને તેમાં જે ભરાય છે તેમા મોટા ફેરફારો થયા. તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં સૂકા માવા અને ફળની જગ્યાએ સમોસામાં બકરી અને ઘેટાંના માંસને ભરવાની શરૂઆત થઈ. અહીં આની સાથે ડુંગળીને પણ ભરવામાં આવતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X