સૌથી પહેલી કિસ કોને અને ક્યારે કરી હતી? જાણો કિસ કરવાની શરૂઆત ક્યારે થઈ?

દુનિયામાં પોતાના પાર્ટનર કે સંતાનો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે કિસ સૌથી આસાન રસ્તો છે. પ્રેમ વ્યક્ત કરવા માટે વિવિધ પ્રકારની કિસ કરાય છે. પ્રેમનો પર્યાય બનેલી કિસ તો બધા કરે છે પરંતુ તેની શરૂઆત ક્યારે થઈ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

આ દુનિયામાં સતત નવા નવા રિસર્ચ થતા રહે છે. કિસને લઈને પણ વૈજ્ઞાનિકોએ કેટલાક પુરાવા શોધી કાઢ્યા છે. કોપનહેગન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને કિસને લઈને કેટલાક જૂના પુરાવા મળ્યા છે.

kiss

ઇસવીસન પૂર્વે 2500 આસપાસના પ્રાચીન લખાણમાં તેમનો ઉલ્લેખ છે. તારણો અનુસાર, સંશોધકોએ શોધ્યું કે રોમેન્ટિક કિસનો પ્રથમ ઉલ્લેખ 4,500 વર્ષ જૂના પુરાવામાં મળે છે.

ભારતમાં કિસની વિગતો 1000 વર્ષ પહેલાના ઐતિહાસિક ગ્રંથોમાં મળી આવે છે. ડેનિશ વૈજ્ઞાનિકો મેસોપોટેમિયામાંથી મળેલી માટીની ગોળીઓ પર સંશોધન કરીને તારણો સુધી પહોંચ્યા છે. આ ગોળીઓ કાંસ્ય યુગની હોવાની સંભાવના છે.

સંશોધકો અનુસાર, સુમેરિયન અને અક્કાડિયન ભાષાઓમાં સૌથી જૂના હયાત દસ્તાવેજોમાં કિસનો ઉલ્લેખ મળી આવે છે. મેસોપોટેમીયાના લોકો આ બંને ભાષા બોલતા હતા. આ ભાષા લખવાની શરૂઆત ઈરાકમાં 3200 બીસીની આસપાસ થઈ હોવાનું મનાય છે.

મેસોપોટેમીયા યુનિવર્સિટીના તબીબી ઇતિહાસના નિષ્ણાત ડો. ટ્રોલ્સ પંક આર્બોલ અનુસાર, પ્રાચીન મેસોપોટેમીયાના લોકો દ્વારા માટીની ગોળીઓ ક્યુનિફોર્મ લિપિમાં લખવામાં આવી હતી. આ રોમેન્ટિક આત્મીયતાનો એક ભાગ હોવાની માન્યતા હતી.

ઇસવીસન પૂર્વે 2500 માં પણ કિસનો ઉલ્લેખ મળે છે. સંશોધન મુજબ ઇસવીસન પૂર્વે 3 સદીના અંતમાં, સેક્સ, કુટુંબ અને મિત્રતાના સંબંધોમાં કિસ રોજિંદા જીવનનો એક ભાગ હતો. તે માત્ર એક પ્રદેશ નહીં પરંતુ પુરી દુનિયામાં ફેલાયેલુ હતું.

સાયન્સ જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, તે સમયે માણસોએ અનુમાન લગાવ્યું હતું કે કિસથી ઘણા પ્રકારના ચેપ અથવા વાયરસ ફેલાય છે. તે સમયગાળાના ઘણા ગ્રંથોમાં બુબુતુ અથવા બુશાનુ જેવા રોગોનો ઉલ્લેખ છે. આજે આ રોગ દાદર તરીકે ઓળખાય છે.

ડો. ટ્રોલ્સ કહે છે કે કિસને એક રિવાજ તરીકે ન માની શકાય. ઘણી સદીઓથી ઘણી પ્રાચીન સંસ્કૃતિઓમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X