કેદારનાથ મંદિર સામે બોયફ્રેન્ડને પ્રપોઝ કરીને વિવાદમાં આવેલી વિશાખા કોણ છે? યુટ્યુબથી કમાય છે અધધ આટલા રૂપિયા

આ દિવસોમાં કેદારનાથ મંદિર સામે એક યુવકને પ્રપોઝ કરતી એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ હવે પ્રશાસન મંદિર પરિસરમાં રીલ બનાવવા પર પ્રતિબંધ સિવાય આ કપલ પર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.

સમાચારોનું માનીએ તો કેદારનાથ મંદિર પ્રશાસન આ મહિલા પર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે સવાલ છે એ છે કે પ્રપોઝ કરીને દુનિયાભરમાં છવાઈ ગયેલી આ યુવતી છે કોણ?

Visakha Phulsunge

સોશિયલ મીડિયા પર ચર્ચાએ ચડેલી આ યુવતી કોઈ સામાન્ય યુવતી નથી પરંતુ તે ભારતની પહેલી મોટોવ્લોગર છે. તે સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અને રાઈડર છે. આ વાયરલ યુવતી રાયડર વિશાખાના નામે જાણીતી છે અને તેનું સાચું નામ વિશાખા ફુલસુંગે છે. રાયડર વિશાખા એક ટ્રાવેલની શોખીન છે.

વિશાખાની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે અને યુટ્યૂબથી તે તેના ફેન સાથે જોડાયેલી રહે છે અને મોટી કમાણ પણ કરે છે. આ સિવાય વિશાખાના ઈન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુ ફોલોઅર્સ છે. હવે વિશાખાનો પ્રપોઝ કરતો વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

વિશાખા તેની ચેનલમાં ટ્રાવેલના વીડિયો અપલોડ કરે છે. તે નવી જગ્યાઓ પર જઈને વીડિયો બનાવે છે અને ફોલોઅર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરે છે. વિશાખાએ 5 વખત ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે.

જણાવી દઈએ કે, હાલમાં જ વિશાખાએ કેદારનાખ મંદિર સામે જ તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યુ હતું. આ વીડિયો વાયરલ થયા બાદ મોટો વિવાદ થયો છે અને પ્રશાસન કપલ સામે કાર્યવાહી ઉપરાંત રીલ અને શોર્ટ્સ બનાવવા પર પર પ્રતિબંધ લગાવવા પણ જઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X