મહિલાઓને અધિકાર જમાવતા પુરૂષો કેમ પસંદ આવે છે? જાણો શું કહે છે નિષ્ણાતો?0
તમે પુરી દુનિયામાં ફરીને આવો તો બધા જ દેશ પુરૂષ પ્રધાન જોવા મળશે. સમાજ પણ પુરૂષોને મહત્વ આપે છે. સ્ત્રીઓના અધિકારની અને પુરુષો કરતાં આગળ વધવાની વાતો થાય છે પરંતુ આજે પણ પુરૂષ વર્ચસ્વની માનસિકતા સમાપ્ત થઈ નથી. એક ખાસ વાત એ પણ છે કે આમાં મહિલાઓ પોતે ઇચ્છે છે કે તે કોઈ ડોમિનેટિંગ પુરૂષ સાથે રહે. કોમળ પુરુષને બદલે તે એવા પુરુષોને પસંદ કરે છે જેઓ સ્ત્રીઓ પર પોતાનો અધિકાર સ્થાપિત કરે. આની પાછળ ઘણા પરિબળો કામ કરે છે.
આનુવંશિક બનાવટ અને આકર્ષણ

હ્યુમન નેચર જર્નલમાં એક અહેવાલ પ્રકાશિત થયો હતો, આ અહેવાલ મુજબ, પુરુષો અને સ્ત્રીઓમાં આનુવંશિક તફાવત જોવા મળે છે. સ્ત્રીઓને સ્વભાવે જ સંવેદનશીલ અને નાજુક બનાવવામાં આવી છે તો પુરૂષોને બીજા પર પ્રભુત્વ અને નેતૃત્વ કરવા માટે બનાવવામાં આવ્યા છે. પુરુષો નાજુક અને સંભાળ રાખનારી સ્ત્રીઓને પસંદ કરે છે તો સ્ત્રીઓને એવા પુરૂષો ગમે છે જેઓ તેમના પર પોતાનો અધિકાર જમાવે. સ્ત્રીઓ પણ આવા પુરુષોથી ખુશ રહે છે.
રિસર્ચમાં ચૌકાવનારા તારણો મળ્યા

યુનિવર્સિટી અને કેલિફોર્નિયાના રિસર્ચર ઇર્વિન એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે લોકો તેમના જીવનસાથીની પસંદગી કરતી વખતે શું પ્રાથમિકતા આપે છે. આ કામ માટે સ્પીડ ડેટિંગ ટેસ્ટ કરાયો. આ ટેસ્ટના પરિણામો આશ્ચર્યજનક હતા. ટેસ્ટ આપનાર મોટાભાગના પુરૂષોએ નાજુક મહિલાઓ સાથે ફરીથી ડેટ પર જવા અંગે તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. પરીક્ષણમાં સામેલ મોટાભાગની મહિલાઓની પસંદગી એવા પુરૂષો હતા જેમણે પોતાના પર અધિકાર દેખાડ્યો.
મહિલાઓને વર્ચસ્વ ધરાવતા પુરૂષો પસંદ છે

આ કુદરતી રચના છે કે માણસો બહારથી ભલે ગમે તેટલા અઘરા દેખાય પરંતુ તે અંદરથી ખૂબ જ કોમળ હોય છે. આ જ કારણ છે કે મહિલાઓ આવા પુરૂષોની સાથે રહેવાનું પસંદ કરે છે. તેઓ એ પણ જાણે છે કે રફ અને ટપ પુરૂષો ભલે વર્ચસ્વ ધરાવતા હોય પરંતુ મુશ્કેલ ઘડીમાં તે તેના માટે દીવાલ બનીને ઉભા રહેશે. આ જ કારણ છે કે સ્ત્રીઓ એક મજબૂત જીવનસાથીની શોધ કરે છે, જેની સાથે તે સુરક્ષિત અનુભવી શકે અને તેમના પર પ્રેમ વરસાવી શકે.












Click it and Unblock the Notifications
