હવે કિસ કરવા માટે માણસની જરૂર નહીં, આ ડિવાઈસ દુર રહેલા વ્યક્તિને કિસ કરવામાં મદદ કરશે

દુનિયામાં ટેકનોલોજીની મદદથી માણસે તેની જરૂરિયાત પુરી કરવા માટે ઘણા આવિષ્કારો કર્યા છે. આ આવિષ્કારોમાં માણસની અંગત જરૂરિયાતના ઘણા સાધનો પણ છે. હવે ચીનમાં કિસ કરવા માટે એક ડિવાઈસ બનાવાયુ છે.

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને કિસ કરવી હોય તો તેની સામે હાજર રહેવુ જરૂરી છે. જો કે ચીને હવે જે વસ્તુ બનાવી છે તેનાથી આમ કરવા માટે માણસની સામે રહેવાની જરૂર નથી. હવે ચીનના વૈજ્ઞાનિકોએ દૂર બેઠેલા પ્રેમીઓ માટે એક એવું ડિવાઈસ લોન્ચ કર્યું છે જેનાથી દૂર બેઠેલા બે પ્રેમીઓ એકબીજાને રિયલ કિસ કરી શકશે.

Kiss

ચીનના ચાંગઝોઉની એક યુનિવર્સિટીએ આ ડિવાઈસ બનાવ્યુ છે. હવે આ ડિનાઈસ ચીનમા વાયરલ થઈ રહ્યુ છે. આ કિસિંગ ડિવાઇસનો ઉદ્દેશ્ય દુર રહેલા કપલને એકબીજા માટે વર્ચ્યુઅલ પ્રાઇવેટ મૂવમેન્ટ શેર કરવાનો છે.

આ ડિવાઈસ બનાવનારા જિઆંગ ઝોંગલીએ જણાવ્યુ કે, તે તેની ગર્લફ્રેન્ડ સાથે લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં છે અને માત્ર ફોન દ્વારા જ સંપર્કમાં રહી શકે છે. ત્યાંથી તેને આ ડિવાઈસ બનાવવાની પ્રેરણા મળી.

સિલિકોન લિપ્સ કોન્ટ્રાપ્શનમાં પ્રેશર સેન્સર અને એક્ટ્યુએટર્સ હોય છે અને તે રિયલ કિસની નકલ કરી શકે છે. ચીનના ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, આ ડિવાઈસ યુશર્સના હોઠના દબાણ, હલનચલન અને તાપમાનની નકલ પણ કરી શકે છે.

આ ડિવાઈસનો ઉપયોગ કરવા માટે યુઝર્સે મોબાઈલ એપ ડાઉનલોડ કરીને તેને મોબાઈલ સાથે કનેક્ટ કરવાનું રહે છે. એપ પર પાર્ટનર સાથે પેર કર્યા બાદ તે વિડિયો કૉલ શરૂ કરી શકે છે અને એકબીજાને તેમની કિસ ટ્રાન્સફર કરી શકે છે.

ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, આ ડિવાઈસ યુઝર્સને અજાણ્યા વ્યક્તિઓ સાથે પણ કિસ કરવાની મંજુરી આપે છે. યુઝર્સના કોઈપણ કિસને અન્ય લોકો ડાઉનલોડ કરવા માટે એપ્લિકેશન પર અપલોડ કરી શકે છે. ઉપકરણની કિંમત 288 યુઆન એટલે કે લગભગ 3,433 રૂપિયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X