જ્યારે દુનિયાનો સૌથી લાંબો પુરૂષ મળ્યો સૌથી ઠીંગણી મહિલાને

Written By:
Subscribe to Oneindia News

દુનિયાના સૌથી લાંબા પુરૂષ અને સૌથી ઠીંગણી મહિલાની મુલાકાત અંગે તમે જાણો છો? હાલમાં જ દુનિયાનો સૌથી લાંબો પુરૂષ સૌથી ઠીંગણી મહિલાને મળ્યો હતો અને આ નજારો જોવા લાયક હતો. આસપાસના લોકો પણ આ બંનેને જોઇ રહ્યા હતા. તેમની મુલાકાત મિસ્ત્રમાં થઇ હતી. તેમની તસવીરો હાલ સોશ્યલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઇ રહી છે.

દુનિયાનો સૌથી ઊંચો પુરૂષ

દુનિયાનો સૌથી ઊંચો પુરૂષ

દુનિયાનો સૌથી લાંબો પુરૂષ છે સુલ્તાન કોસેન અને દુનિયાની સૌથી નાની મહિલા છે જ્યોતિ આમગે. ટર્કીમાં જન્મેલ સુલ્તાન કોસેન 251 સેન્ટિમીટર(8 ફૂટ 3 ઇંચ)ની ઊંચાઇ સાથે દુનિયાનો સૌથી લાંબો પુરૂષ છે. તે પોતે ખેડૂત છે અને તેની એક પત્ની પણ છે. તેનું વજન 137 કિલોગ્રામ છે અને તેને ચાલવા માટે લાકડીની જરૂર પડે છે.

દુનિયાની સૌથી ઠીંગણી મહિલા

દુનિયાની સૌથી ઠીંગણી મહિલા

જ્યોતિ આમગે વિશ્વની સૌથી ઠીંગણી મહિલા છે. તેની ઊંચાઇ 62.8 સેન્ટિમીટર(2 ફૂટ 6 ઇંચ) છે. મહારાષ્ટ્રના નાગપુરની 24 વર્ષીય જ્યોતિ એક અભિનેત્રી છે. બિગ બોસ 6માં તે ગેસ્ટ તરીકે દેખાઇ ચૂકી છે. વર્ષ 2012માં તેની મુલાકાત દુનિયાના સૌથી ઠીંગણા પુરૂષ સાથે થઇ હતી. નેપાળનો ચંદ્ર બહાદુર ડાંગી દુનિયાનો સૌથી ઠીંગણો પુરૂષ છે.

પિરામિડ વચ્ચે થઇ મુલાકાત

પિરામિડ વચ્ચે થઇ મુલાકાત

મિસ્ત્રના કાહિરામાં દુનિયાના સૌથી લાંબા પુરૂષ સુલ્તાન કોસેન અને દુનિયાની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ આમગેની મુલાકાત થઇ હતી. મિસ્ત્રના ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે આ બંનેને ત્યાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે બંનેએ પિરામિડ પાસે ઊભા રહીને તસવીરો પડાવો હતી, જે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ છે.

બંનેની અસામાન્ય ઊંચાઇનું કારણ

બંનેની અસામાન્ય ઊંચાઇનું કારણ

રસપ્રદ વાત એ છે કે, આ બંનેની અસામાન્ય લંબાઇ પાછળ તબીબી કારણો જવાબદાર છે. સુલ્તાનની વધારે પડતી લંબાઇ પિટ્યૂટરી ગ્લેન્ડને અસર કરતા ટ્યૂમરને આભારી છે. જ્યોતિની ઊંચાઇ ન વધવા પાછળ એકોન્ડ્રોપ્લેસીઆ ગ્રોથ એબનોર્માલિટીનો રોગ જવાબદાર છે.

English summary
Worlds Tallest Man Sultan Kosen And Shortest Woman Jyoti Amge Meets In Cairo, Pictures Gone Viral.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.