CCTV હેક કરીને યૂટ્યુબરનો પ્રાઈવેટ વીડિયો લીક કરાયો, જાણો કેવી રીતે પ્રકાશમાં આવી પુરી ઘટના?
સામાન્ય રીતે લોકો સીસીટીવી કેમેરાનો ઉપયોગ પોતાની સુરક્ષા માટે કરે છે. જો કે એક વ્યક્તિ સાથે સીસીટીવી કેમેરાએ જ મોટો કાંડ કરી દીધો.
લોકો સુરક્ષા માટે ઘરની બહાર કેમેરા લગાવે છે પરંતુ કેટલાક ઓછા રૂમની અંદર કેમેરા લગાવે છે. આ વ્યક્તિની વ્યક્તિગત પસંદગી પર આધાર રાખે છે. એક વ્યક્તિને આમ કરવુ મોંઘુ પડી ગયુ.

પોલીસ અનુસાર, 17 નવેમ્બરે કોઈએ આ વ્યક્તિના સીસીટીવી કેમેરા હેક કર્યા. પરંતુ 9 ડિસેમ્બરે તેનો ખાનગી વીડિયો લીક થયા બાદ આ ઘટના પ્રકાશમાં આવી. બાંદ્રા પોલીસે ભારતીય દંડ સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમો હેઠળ માનહાનિનો કેસ નોંધ્યો છે.
ફરિયાદમાં યુટ્યુબરે કહ્યું કે, તેણે સુરક્ષાના કારણોસર ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને એક કેમેરો તેના બેડરૂમની અંદર છે. એક અધિકારીએ જણાવ્યું કે, 9 ડિસેમ્બરે એક મિત્રએ ફોન કરીને જણાવ્યું કે તેનો કપડા બદલતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યારે તેણે 17 નવેમ્બરે વિડિયો ચેક કર્યો ત્યારે તેને ખબર પડી કે ક્લિપ તેના રૂમના કેમેરાની છે.
અધિકારીએ કહ્યું કે. જ્યારે યુટ્યુબરનો વીડિયો વાયરલ થવા લાગ્યો ત્યારે તેને ઘણા લોકોના ફોન આવવા લાગ્યા. આ ન્યૂડ ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી અને વાયરલ થઈ હતી.
ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે, કોઈએ સીસીટીવી ફૂટેજ મેળવ્યા અને તેને બદનામ કરવા માટે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો.












Click it and Unblock the Notifications
