For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂપિયા 10ની નોટનું સ્થાન લેશે રૂ. 10નો સિક્કો

|
Google Oneindia Gujarati News

ten - rupee - not - coin
પુડુચેરી, 6 ઑક્ટોબર : ભારતમાં રૂપિયા 1, 2 અને 5ની નોટ જેમ ભૂતકાળ બની ગઇ અઇને તેમની જગ્યાએ સિક્કાઓનું ચલણ આવ્યું તેમ નજીકના ભવિષ્યમાં રૂપિયા 10ની નોટનું સ્થાન પણ રૂપિયા 10નો સિક્કો લેશે. અલબત્ત, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) માર્કેટમાં જરૂરિયાત મુજબ નોટનો જથ્થો પૂરી પાડશે. આરબીઆઇનું માનવું છે કે ગ્રાહકો સિક્કાને બદલે નોટનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે.

આરબીઆઇના ગવર્નર ડી સુબ્બારાવે આ અંગે જણાવ્યું કે 'રૂપિયા 5ની નોટમાં જેમ કર્યું હતું તેમ, માગ અનુસાર બજારમાંથી ધીરે ધીરે રૂપિયા 10ની નોટ પાછી ખેંચવામાં આવશે. બેંકો સિક્કાને પ્રાધાન્ય નથી આપતી, હવે ગ્રાહકો શેને પ્રાધાન્ય આપે છે તે જોવાનું રહે છે.'

તેમણે જણાવ્યું કે આરબીઆઇ સિક્કા માટેનો આગ્રહ રાખે છે તેનું એક કારણ એ છે કે લાંબુ આયુષ્ય અને ઉત્પાદન ખર્ચની રીતે સિક્કાઓ વધારે વાજબી છે. વર્તમાનમાં બજારમાં લગભગ રૂપિયા 76 કરોડના મૂલ્યના 10ના ચલણી સિક્કા ફરે છે.

આ ઉપરાંત આરબીઆઇ પેપર મનીની જગ્યાએ પ્લાસ્ટિક મની પણ લાવવા માંગે છે. આ માટે પ્રાયોગિક ધોરણે પોલિમર નોટ્સ રજૂ કરવામાં આવશે. બજારમાં પ્લાસ્ટિક મની મૂકવાનો પ્રયોગ દાયકા પહેલા પણ અમલમાં મૂકવામાં આવ્યો હતો પણ તે નિષ્ફળ ગયો હતો. આરબીઆઇને આશા છે કે લોકોના બદલાયેલા વલણ અને ટેકનોલોજીને પગલે આ વખતે પ્રયોગને સફળતા મળશે.

English summary
The Rs 10 note might soon become history and replaced with coins, on lines of Re 1 and Rs 2 in the 1990s and the Rs 5 more recently.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X