For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 કરોડ PAN કાર્ડ નકામા થઇ જશે, જો નહીં કર્યું આ કામ

જો તમે નોકરીનો વ્યવસાય ધરાવો છો તો ચોક્કસપણે પણ પાન કાર્ડનો ઉપયોગ કરો છો. પાન કાર્ડ વગર તમે તમારા આવકવેરાને ભરી શકતા નથી.

|
Google Oneindia Gujarati News

જો તમે નોકરીનો વ્યવસાય ધરાવો છો તો ચોક્કસપણે પણ પાન કાર્ડનો ઉપયોગ કરો છો. પાન કાર્ડ વગર તમે તમારા આવકવેરાને ભરી શકતા નથી. ફક્ત આવકવેરા માટે PAN કાર્ડ ફરજિયાત નથી, પરંતુ કોઈપણ નાણાકીય વ્યવહાર માટે PAN કાર્ડ ફરજિયાત છે. મોટી રકમ ઉપાડવા અથવા જમા કરવા માટે તમારે તમારા પાન કાર્ડ નંબરને બેંકોમાં ભરવાનો હોય છે. આવામાં, શું તમે આટલા મહત્વપૂર્ણ દસ્તાવેજ નકામો થવા દેસો? નિશ્ચિત રીતે તમારો જવાબ હશે ના, પરંતુ તમને જણાવી દઈએ કે તમારી નાની ભૂલને કારણે તમારું PAN CARD રદ થઇ જશે.

આ પણ વાંચો: SBI ના આ SMS ને ઇગ્નોર ન કરો, નહિ તો ખાલી થઇ જશે એકાઉન્ટ

20 કરોડ પાન કાર્ડ નકામા થઇ જશે

20 કરોડ પાન કાર્ડ નકામા થઇ જશે

હકીકતમાં, કેન્દ્ર સરકારે પર્મેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે PAN અને આધાર કાર્ડને લિંક કરવા માટે એક વાર ફરી સમય સીમામાં વધારો કર્યો છે. પહેલા આ તારીખ 31 માર્ચ સુધી હતી, જેને 6 મહિના સુધી વધારી દેવામાં આવી અને તેની સમય સીમા 30 સપ્ટેમ્બર 2019 કરવામાં આવી. હવે આવકવેરા વિભાગે કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે, જે હેઠળ આવકવેરા વિભાગ 30 સપ્ટેમ્બર, 2019 સુધી જે લોકો તેમના PAN ને આધાર સાથે લિંક નહિ કરે તેવા લોકોના પાન કાર્ડને નિષ્ક્રિય કરી શકે છે.

જો લિંક ન કર્યું તો પાન કાર્ડ નકામું થઇ જશે

જો લિંક ન કર્યું તો પાન કાર્ડ નકામું થઇ જશે

દેશમાં કુલ 44 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 20 કરોડ પાન કાર્ડ ધારકોએ હજુ સુધી તેમના PAN કાર્ડને લિંક કર્યા નથી. આ કાર્ડધારકોનું પાન કાર્ડ રદ કરી શકાય છે. આ 20 કરોડ પાન કાર્ડ વપરાશકર્તાઓએ તેમના પાન કાર્ડને આધાર સાથે લિંક કર્યા નથી. આવકવેરા વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં ફક્ત 24 કરોડ પાન કાર્ડ આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે. આવામાં, 30 સપ્ટેમ્બર સુધીમાં લિંક નહિ કરવા પર પાન કાર્ડને રદ કરવામાં આવશે. જો કે, આવકવેરા વિભાગને આશંકા છે કે મોટી સંખ્યામાં પાન કાર્ડ નકલી છે.

31 જુલાઇ સુધી તમારે પાન કાર્ડ લિંક કરાવવું પડશે

31 જુલાઇ સુધી તમારે પાન કાર્ડ લિંક કરાવવું પડશે

તમને જણાવી દઈએ કે જો તમે ટેક્સપેયર્સ છો તો તમારે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું પડશે. ટેક્સપેયર્સ જેમણે 31 જુલાઇ, 2019 સુધી ઇનકમ ટેક્સ રીટર્ન (આઇટીઆર) ભરવાનું છે, તેઓ PAN કાર્ડને આધાર સાથે લિંક કર્યા વીના રિટર્ન ફાઈલ કરી શકતા નથી. તમને જણાવી દઈએ કે સરકારે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટેની સમય સીમા છઠ્ઠી વાર વધારી છે. તમે સરળતાથી આવકવેરાની ઇ-ફાઇલિંગ વેબસાઇટ (www.incometaxindiaefiling.gov.in) પર જઈને તમારા PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. આ ઉપરાંત, તમે એસએમએસ આધારિત સેવાનો ઉપયોગ કરીને તમારા PAN ને આધાર સાથે લિંક કરી શકો છો.

English summary
20 Crore PAN Card can be deactivate After 30th September
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X