For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI ના આ SMS ને ઇગ્નોર ન કરો, નહિ તો ખાલી થઇ જશે એકાઉન્ટ

જો તમારું બેંક એકાઉન્ટ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં છે, તો આ સમાચાર તમારા માટે વિશેષ છે. બેંક તેમના એકાઉન્ટ ધારકોને મેસેજ મોકલીને એલર્ટ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

જો તમારું બેંક એકાઉન્ટ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં છે, તો આ સમાચાર તમારા માટે વિશેષ છે. બેંક તેમના એકાઉન્ટ ધારકોને મેસેજ મોકલીને એલર્ટ કરી રહી છે. મેસેજ દ્વારા, બેંકે જણાવ્યું છે કે કેવી રીતે રીવોડ પોઇન્ટના નામથી લોકો છેતરપિંડી કરવામાં આવી રહી છે. હેકર્સના રીવોડ પોઇન્ટ દ્વારા, લોકોના ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી તેમને લાખોનો ચૂનો લગાવી દે છે.

આ પણ વાંચો: ઘરમાં મુકેલા સોનાથી આ રીતે કરો કમાણી, SBI આપી રહ્યું છે ખાસ તક

SBI ના આ SMS ને ઇગ્નોર ન કરો

SBI ના આ SMS ને ઇગ્નોર ન કરો

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેમના ખાતાધારકોને ચેતવણી આપી છે. બેંકે ગ્રાહકોને એસએમએસ મોકલી લખ્યું છે કે , જેઓ રીવોડ પોઇન્ટના નામ પર ગિફ્ટ વાઉચર આપવાનું વચન આપે છે તેમનાથી સાવચેત રહો. બેંકે લોકોને વિડીયો શેર કરી અને લોકોને સલાહ આપી છે કેવી રીતે હેકર્સ લોકો સાથે છેતરપિંડી કરે છે.

છેતરપિંડી કેવી રીતે થાય છે

છેતરપિંડી કેવી રીતે થાય છે

બેંકે જણાવ્યું છે કે કેવી રીતે રીવોડ પોઇન્ટ રીડીમ કરવાનો એસએમએસ મોકલી લોકોને ચૂનો લગાવામાં આવે છે. લોકોને એસએમએસ દ્વારા પોઇન્ટ રીડિમનો મેસેજ આવ્યો. તે મેસેજ પર ક્લિક કરતા એક ફોર્મ ખુલે છે. આ ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી માંગવામાં આવે છે. તમારે તમારો ઇમેઇલ, ડેબિટ કાર્ડ નંબર ભરવાનો હોય છે. તમે જેવું જ ફોર્મ ભરીને આપો છો કે તરત જ થોડીવારમાં તમારા કાર્ડથી પૈસાનું ટ્રાન્જેક્શન કરી લેવામાં આવે છે.

આ હેકરોથી કેવી રીતે બચવું

આ હેકરોથી કેવી રીતે બચવું

બેંકે હેકરોથી બચવા માટેની રીતો પણ જણાવી છે. બેંકોએ સલાહ આપી છે કે લોકો તેમના બેંક એકાઉન્ટની માહિતી અથવા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની માહિતી કોઈને પણ ફોન અથવા ઇમેઇલ દ્વારા ક્યારેય શેર કરવી નહીં. બેંકે કહ્યું છે કે સામેવાળો પોતાને બેંક અધિકારી કેમ ન કહે. બેંકો તે સ્પષ્ટ છે કે જે કોઈપણ બેંક અધિકારી એસએમએસ અને ઈ-મેલ મોકલી તેમના ગ્રાહકોના બેંક એકાઉન્ટ્સની વિગતો માંગતા નથી. બેંકે કહ્યું છે કે તે હંમેશા આવા એસએમએસથી દૂર રહેવું જોઈએ. તમે ભૂલથી પણ આવી છેતરપિંડીની પકડમાં ફસાઈ જાવ તો તરત જ તમારી બેંક અને પોલીસને જાણકારી આપો અને તમારું કાર્ડ બ્લોક કરવો.

English summary
SBI Alert! Bank alert their Customers about Reward Point Message to award from online fraud
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X