For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરમાં મુકેલા સોનાથી આ રીતે કરો કમાણી, SBI આપી રહ્યું છે ખાસ તક

સોનુ ખરીદવું ભારતીય પોતાનું ગૌરવ સમજે છે. સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. આપણે તહેવારોમાં સોનાના અલંકારો ખરીદીએ છીએ

|
Google Oneindia Gujarati News

સોનુ ખરીદવું ભારતીય પોતાનું ગૌરવ સમજે છે. સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. આપણે તહેવારોમાં સોનાના અલંકારો ખરીદીએ છીએ, પરંતુ તેને પહેરવાના બદલે મોટાભાગના લોકો તેને ઘરોમાં અને બેંકના લૉકર્સમાં મૂકી રાખે છે. સામાન્ય રીતે, લોકો બેંકોને બદલે તેમના ઘરમાં સોનું રાખવાનું પસંદ કરે છે, પરંતુ તમને જણાવી દઈએ કે ઘરમાં મુકેલા સોનાથી તમે ઘરે બેઠા કમાણી કરી શકો છો.

આ પણ વાંચો: Mutual Fund SIPના 10 ફાયદા, પૈસા થઈ જાય છે બમણા-ચાર ગણા

સોનાથી ઘરે બેઠા કરો કમાણી

સોનાથી ઘરે બેઠા કરો કમાણી

તમારા ઘરમાં મુકેલું સોનું દર મહિને તમને ચોક્કસ કમાણી આપી શકે છે. ઘરમાં મુકેલા સોનાથી કમાણીની તક તમને જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈ આપી રહ્યું છે. અમે તમને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની યોજના વિશે જણાવી રહ્યા છીએ જેના દ્વારા સોનું સુરક્ષિત રાખી શકો છો અને તેમાંથી કમાણી પણ કરી શકો છો.

શું છે સ્કીમ

શું છે સ્કીમ

એસબીઆઇ એક નવીનીકૃત ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ (R-GDS) જારી કરી છે. આ સ્કીમ દ્વારા તમે તમારા ઘરે મુકેલી સોનાની જ્વેલરીથી કમાણી કરી શકો છો. એસબીઆઈ તમને સોના પર વ્યાજ આપી રહ્યું છે. આ યોજના અંતર્ગત, ગ્રાહકો તેમના ઘરમાં રહેલું સોનુ જમા કરાવી તેની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે. તમે સોનાને પણ સુરક્ષિત કરી શકો છો તેમજ આ સોનાથી વ્યાજ લઈને ઘરે બેઠા કમાણી કરી શકો છો.

શું છે સ્કીમની શરતો

શું છે સ્કીમની શરતો

આ યોજના હેઠળ, તમારે ઓછામાં ઓછું 30 ગ્રામ સોનું જમા કરવું પડશે. મહત્તમ ગોલ્ડ જમા કરવાની કોઈ મર્યાદા નથી. તમે આ યોજનાનો એકલા અથવા સંયુક્ત રીતે લાભ લઈ શકો છો. એસબીઆઈની ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ હેઠળ, તમે 3 જુદા જુદા વિકલ્પોમાં સોનાને જમા કરાવી શકો છો. શોર્ટ ટર્મ બેંક ડિપોઝિટ, મધ્યમ ગાળાની સરકારી ડિપોઝિટ અને લાંબા ગાળાની સરકારી ડિપોઝિટ. દરેક મુદતનો સમય અલગ અલગ હોય છે.

શોર્ટ ટર્મ બેંક ડિપોઝિટ: આ હેઠળ, સોનાને 1 થી 3 વર્ષ માટે જમા કરી શકાય છે. તેમાં 0.55 ટકા વ્યાજ મળશે.

મધ્યમ ગાળાની સરકારી ડિપોઝિટ: આ હેઠળ, તમે 5 થી 7 વર્ષ માટે રોકાણ કરી શકો છો. આ સમયગાળા દરમિયાન, 2 થી 3 વર્ષ માટે રોકાણ માટે વ્યાજનો દર 0.60 ટકા મળશે.

લાંબા ગાળાની સરકારી ડિપોઝિટ: 12 થી 15 વર્ષ માટે રોકાણ કરી શકો છો. તેમાં 2.50 ટકા વ્યાજ મળશે. આ સ્કીમની સંપૂર્ણ વિગતો માટે, તમને એસબીઆઈ વેબસાઇટ https://www.sbi.co.in/portal/web/personal-banking/revamped-gold-deposit-scheme-r-gds પર આપવામાં આવી છે.

English summary
SBI Offers for Gold deposit scheme: Now you can earn money from the Gold Jewellery at your Home
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X