For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mutual Fund SIPના 10 ફાયદા, પૈસા થઈ જાય છે બમણા-ચાર ગણા

મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP લોકપ્રિય થઈ રહી છે. જો કે મોટા ભાગના લોકોને SIP વિશે જાણ નથી.

|
Google Oneindia Gujarati News

મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP લોકપ્રિય થઈ રહી છે. જો કે મોટા ભાગના લોકોને SIP વિશે જાણ નથી. જેને ખબર છે તેઓ ફાયદો ઉઠાવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2018-19માં સરેરાશ 5 હજાર કરોડનું રોકાણ SIP દ્વારા થયું છે. SIPથી લઘુત્તમ 500 રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકીને શરૂઆત થઈ શકે છે. ચાલો જાણી SIPના 10 મોટા ફાયદા....

આ પણ વાંચો: એક idea અપાવી શકે છે 50 લાખ રૂપિયા, 30 એપ્રિલ સુધી છે તક

SIPમાં કેવી રીતે વધે છે પૈસા

SIPમાં કેવી રીતે વધે છે પૈસા

જો કોઈ વ્યક્તિ 10 વર્ષ સુધી SIP દ્વારા 1000 રૂપિયાનું રોકાણ કરે છે તો તે વધીને 2.38 લાખ રૂપિયા થઈ શકે છે. જેની સામે તમારું રોકાણ માત્ર 1.20 લાખ રૂપિયા જ થશે. એટલે કે દર મહિને થોડું થોડું રોકાણ 10 વર્ષે બમણું થઈ શકે છે. અહીં મ્યુચ્યુઅલ ફંડનું વળતર 12 ટકા ધારી લેવાયું છે. હકીકતમાં આવું સારુ રિટર્ન કમ્પાઉન્ડિંગને કારણે મળે છે.

સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનના 10 ફાયદા

સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનના 10 ફાયદા

1) સીધા બન્કમાંથી કપાય છે પૈસા
SIPમાં દર મહિને સીધા જ બેન્કમાંથી પૈસા કમાય છે.

2) જાતે પસંદ કરી શકો છો તારીખ
તમે દર મહિને SIP માટે કોઈ પણ તારીખ પસંદ કરી શકો છો.

3) રોકાણ વધારવા-ઘટાડવાની મંજૂરી
રોકાણકારો SIPની અમાઉન્ટ ગમે ત્યારે વધારી ઘટાડી શકે છે.

4) વચ્ચે ઉપાડી શકો છો પૈસા
જો રોકાણકારને જરૂર પડે તો તે વચ્ચે કેટલીક રકમ ઉપાડી પણ શકે છે. તેનાથી SIPમાં કોઈ ફરક નથી પડતો

5) ગમે તેટલા સમય માટે કરી શકો છો SIP
SIP તમે ગમે તેટલા સમય માટે કરી શકો છો.

6) SIP બંધ કરવી પણ છે આસાન
રોકાણકાર જ્યારે ઈચ્છે ત્યારે SIP બંધ કરાવી શકે છે. તેના પર કોઈ પેનલ્ટી નથી લાગતી

7) રોકાણની કોઈ મર્યાદા નથી
SIPમાં તમે લઘુત્તમ 500 કે 1 હજારનું રોકાણ કરી શકો છો. પરંતુ વધુ રોકાણ માટે કોઈ મર્યાદા નથી

8) ક્યારે પણ મળી શકે છે સ્ટેટમેન્ટ
રોકાણકાર ઈચ્છે ત્યારે સ્ટેટમેન્ટ કાઢી શકે છે.

9) રોજ જાણી શકો છો રોકામની વેલ્યુ
રોકાણકારો રોજ પોતાના રોકાણની વેલ્યુ મેળવી શકે છે. તમામ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ પોતાની દરેક યોજનાની NAV રોજ જાહેર કરે છે.

10) ડિવિડન્ડ ઓપ્શનનો લઈ શકો છો લાભ
રોકાણકારો ઈચ્ચે તો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં ડિવિડન્ડનો વિકલ્પ લઈ શકે છે. અહીં કંપનીઓ વળતર આપસે તો સીધા બેન્ક ખાતામાં પૈસા જશે.

આ છે સારું વળતર આપતી મ્યુચ્યુઅલ ફંડની 5 સ્કીમો

આ છે સારું વળતર આપતી મ્યુચ્યુઅલ ફંડની 5 સ્કીમો

- રિલાયન્સ યુએસ ઈક્વિટી ઓપોર્ચ્યુનિટી ફંડે એક વર્ષમાં 22.47 ટકા રિફંડ આપ્યું

- કોટક એનવી 20 ઈટીએફે એક વર્ષમાં 21.26 ટકા રિટર્ન આપ્યું.

- રિલાયન્સ ઈટીએફને એક વર્ષમાં 21.13 ટકાનું રિટર્ન મળ્યું છે.

- ICICI પ્રુડેન્શિયલ યુએસ બ્લૂચિપ ઈક્વિટી ફંડને 20.82 ટકા રિટર્ન મળ્યુ છે.

- મોતીલાલ ઓસવાલ નાસડેક 100 એક્સચેન્જ ટ્રેડેડ ફંડે 20.65 ટકા રિટર્ન આપ્યું છે.

જાણો SIP ઓછા વળતરમાં પણ આપે વધુ ફાયદો

જાણો SIP ઓછા વળતરમાં પણ આપે વધુ ફાયદો

SIPના માધ્યમથી નાની નાની બચત ભલે શરૂઆતમાં આકર્ષક ન લાગે પરંતુ તે રોકાણકારને બચતની આદડ પાડે છે. આ ઉપરાંત સારું વળતર પણ મળે છે. દર મહિને 1000 રૂપિયાની SIP પર 9 ટકાના દરે વળતર મળે તો પણ 10 વર્ષમાં તે 6.69 લાખ થઈ જશે. તો 30 વર્ષમાં તે 17.38 લાખ અને 40 વર્,માં 44.20 લાખ થઈ શકે છે.

English summary
what is sip and its benefits in mutual fund how to get good returns in sip
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X