2જી : અનિલ અને ટીનાને સાક્ષી તરીકે રજૂ કરવામાં આવશે

tina-and-anil-ambani
નવી દિલ્હી, 30 મે : એક નવા ઘટનાક્રમમાં દેશના જાણીતી ઉદ્યોગપતિ અનિલ અંબાણીને 2જૂ સ્પેક્ટ્રમ કૌભાંડની ટ્રાયલના દાયરામાં લાવી શકાય છે. આ મુદ્દે એક સમાચાર પત્રમાં છપાયેલા અહેવાલ અનુસાર સીબીઆઇએ સ્પેશ્યલ કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલ દરમિયાન એડીએજી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી અને તેમના પત્ની ટીના અંબાણીને સાક્ષી તરીકે બોલાવવાની અનુમતિ માંગી છે.

ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણી અને ટીના અંબાણી તે 70 સાક્ષીઓ પૈકી છે જેમને સીબીઆઇ એટલા માટે પૂછપરછ કરવા માંગે છે જેથી 2જી કૌભાંડના આરોપીઓ વિરુદ્ધ પોતાનો કેસ વધારે મજબૂત કરી શકે.

આ અંગે સીબીઆઇ નિર્દેશક રંજીત સિંહાએ અહેવાલને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે અમે વધારાના સાક્ષીઓને બોલાવવા માટે 2જી કોર્ટમાં અરજી કરી છે. જેમાં અનિલ અને ટીના અંબાણીનો પણ સમાવેશ થાય છે. આ બંને સાક્ષી તરીકે ફરિયાદી પક્ષને કેસ મજબૂત કરવામાં મદદરૂપ બનશે. વધારાના સાક્ષીઓને એ સમયે બોલાવવાની માંગ કરવામાં આવી છે જ્યારે સમગ્ર કેસ નિર્ણાયક સ્થિતિમાં પહોંચી જાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X