For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2જી લીલામીનો ફ્લૉપ શૉ : દિલ્હી મુંબઇ માટે કોઇ બિડર નહીં

|
Google Oneindia Gujarati News

spectrum
નવી દિલ્હી, 12 નવેમ્બર : આજથી કેન્દ્ર સરકારે 2જી સ્પેક્ટ્રમની નવેસરથી લીલામી શરૂ કરી છે. નોંધપાત્ર બાબત એ છે કે દિલ્હી, મુંબઇ, રાજસ્થાન અને કર્ણાટક માટે અત્યાર સુધીમાં બોલી લગાવવા માટે એક પણ બિડર આગળ આવ્યા નથી. આ કારણે સરકારને આ લીલામીથી રૂપિયા 40,000 કરોડ મળવાની જે ધરાણા હતી તે ફળશે નહીં.

સ્પેક્ટ્રમ માટેની લીલામી સવારે 9 વાગે શરૂ થઇ હતી. આ લીલામી સાંજે 7.30 વાગ્યા સુધી ચાલશે. 2જી કૌભાંડમાં 122 લાયસન્સ રદ થયા બાદ સરકારે નવેસરથી લીલામી કરાવનાનો નિર્ણય લીધો હતો. જેમાંથી સરકારને રૂપિયા 40,000 કરોડ મળવાની આશા હતી.

આ અંગે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સરકારે જે પ્રકારની લીલામી ગોઠવી છે, અને સ્પેક્ટ્રમને વહેંચ્યા છે તેનાથી ટેલિકોમ કંપનીઓ ખુશ નથી. આ કારણે સરકારને માંડ 15,000થી 20,000 કરોડ રૂપિયા જ મળશે તેવી ધારણા નિષ્ણાતો લગાવી રહ્યા છે.

English summary
2G auction no bidders for Delhi Mumbai in round one.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X